03

24 નવેમ્બરથી વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. 24 થી 27 નવેમ્બર સુધીમાં માવઠુ થવાની શક્યતા છે. ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંમાં માવઠાની વધુ અસર જોવા મળશે. અને 2 ઈંચ સુધીનો વરસાદ થવાનુ અનુમાન છે. એક થી બે વિસ્તારોમાં 3 ઈંચ સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગર, દ્વારકા, પરોબંદર સામાન્ય વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ કમોસમી વરસાદ થશે. અને મધ્ય ગુજરાત આણંદ, નડીયાદ, ખેડા, ખંભાત અને વડોદરા જિલ્લામાં પણ સૌરાષ્ટ્રની સાથો સાથ 2 ઈંચ અથવા તેથી વધારે વરસાદ થવાનુ અનુમાન છે.
