ભરૂચ: બહારનું ખાવાના શોખિનો હવે ચેતી જજો. બહારનું ખાવાનો શોખ તમને બિમાર પાડી શકે છે. ભરૂચના શ્રવણ ચોકડી નજીક આવેલા હેલોસ પિઝામાં સૂપમાંથી વંદો નિકળ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. પિઝાની મજા માણવા યુવકોને અહીં કડવું અનુભવ થયું છે. યુવકોએ રોષે ભરાઇને જ્યારે રેસ્ટોરેન્ટના રસોડામાં જોયું તો અહીંના ફ્રિજમાં પણ ગંદકીનું સામ્રાજ્ય અને જીવાત જોવા મળી હતી. યુવકોએ હોબાળો મચાવતા હોટલના સંચાલકો પણ ત્યાંથી રફૂચક્કર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. ખોરાકમાંથી જીવજંતુ નિકળતા હોવાના અનેક કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે. રેસ્ટોરેન્ટના સ્ટાફ અને સંચાલકોની આ ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહી ક્યારે થશે તે હવે જોવું રહ્યું છે.
અમદાવાદના જાણીતા બે પિઝા આઉટલેટના બર્ગર અને સલાડમાંથી નીકળી ઇયળો
બીજી બાજુ, અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટ બ્રિટિશ પિઝાના સલાડમાંથી ઇયળ નીકળી હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તો મંગળવારે પણ આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં અમદાવાદની જ જાણીતી રિયલ પેપરિકા નામની રેસ્ટોરન્ટના બર્ગરમાંથી ઇયળ નીકળી હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.
બહારનું ખાવાના શોખીનો ચેતી જજો !
ભરૂચમા પિત્ઝા રેસ્ટોરામાં સૂપમા નીકળ્યો વંદો#NEWS18GUJARATINO1 #GUJARAT pic.twitter.com/sS0uzKF5LT
— News18Gujarati (@News18Guj) November 23, 2023
આ પણ વાંચો:
વાપી રેલવે સ્ટેશન પર દિલધડક રેસ્ક્યૂના CCTV, RPF જવાનની બહાદુરી તો જુઓ
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા બ્રિટિશ પિઝાના સલાડમાંથી ઇયળ નીકળી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ઘણો જ વાયરલ થયો હતો. આ વીડિયો સામે આવતાની સાથે લોકોમાં ઘણો જ રોષ જોવા મળી રહ્યો છે. આ બ્રિટિશ પિઝા નામની રેસ્ટોરન્ટ વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન પાસે આવેલી છે. બ્રિટિશ પિઝાના વાયરલ વીડિયોમાં દેખાઇ રહ્યુ હતુ કે, એક વ્યક્તિએ અનલિમીટેડ પિઝા પહેલા ત્યાં રાખેલું સલાડ ખાવાનું શરૂ કર્યુ હતુ. તેમણે એક પ્લેટમાં સલાડ લીધું જેમાં સફેદ રંગની નાની ઇયળ ફરતી દેખાઇ રહી છે.
રિયલ પેપરિકામાંથી ઇયળ નીકળી
મંગળવારે પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં જાણીતા પિઝા આઉટલેટ રિયલ પેપરિકાના બર્ગરમાંથી ઇયળ નીકળી હતી. શહેરના ન્યુ રાણીપમાં આવેલા રિયલ પેપરીકાના આઉટલેટના બર્ગરમાંથી ઇયળ નીકળી હતી. ગ્રાહકને બર્ગર ખાતી વખતે ઈયળ દેખાતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ગ્રાહકે કિચનની સાફ સફાઈ અને વપરાતી વસ્તુઓ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
