ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ પ્રેરીત, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત, અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા-૨૦૨૩નું સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા-આહવા ખાતે આયોજન કરાયું હતું.
જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી અંકુરભાઈ જોષીની અધ્યક્ષતામા યોજાયેલી જિલ્લા કક્ષાની આ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ૬ ભાઈઓ, અને ૭ બહેનો મળી કુલ ૧૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમા સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય શ્રી અમરસિંહ ગાંગુર્ડા, ડાંગ જિલ્લા યોગ કોર્ડીનેટર શ્રી કમલેશભાઈ પત્રેકર, યોગ કોચ શ્રીમતી સરીતાબેન ભોયે, શ્રીમતી નેહાબેન કાપડીયા, શ્રી છગનભાઈ ચૌર્યા, શ્રીમતી સુમનબેન ગાયકવાડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.




