વ્યારાનાં તાડકુવા ગામે આવેલ સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા 75માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ધ્વજ ફરકાવવા માટે તમામ આમંત્રિતો કોલેજ કેમ્પસમાં એકઠા થયા હતા. પ્રથમ વર્ષ B.H.M.S.ની વિદ્યાર્થિની સાક્ષી હિરાણીએ મુખ્ય મહેમાનને લઈ ફ્લેગ તરફ કૂચ કરી. માનનીય ડો.નીતિનભાઈ શાહના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ દિવસના મુખ્ય અતિથિએ ટૂંકું દેશભક્તિનું ભાષણ આપ્યું હતું. ત્યારબાદ પ્રિન્સિપાલ ડો.જ્યોતિ આર.રાવ વતી ડો.ભાવિન મોદીએ ડોકટરો અને વિદ્યાર્થીઓને સંબોધીને દેશ અને સંસ્થાનું નામ રોશન કરવા વધુને વધુ પ્રગતિ કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમનું એન્કરીંગ તૃતિય વર્ષ B.H.M.S.ની વિદ્યાર્થીની જીજ્ઞાસા આહીરે અને પ્રથમ વર્ષ B.H.M.S.ની વિદ્યાર્થિની દીપાંશી જૈન દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ મીઠાઈ લીધા પછી બધા છૂટા પડ્યાં. આ કાર્યક્રમ પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ પ્રવૃતિ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો.




