Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

‘કંગુવા’માં અભિનેતા બોબીનો ફર્સ્ટ સામે આવ્યો જેમાં બોબી દેઓલ ફરી એક વખત ખતરનાક વિલનની ભૂમિકામાં જોવા મળશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સાઉથના સુપરસ્ટાર સૂર્યાની અપકમિંગ ફિલ્મ ‘કંગુવા’ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ એક ફેંટૈસી એક્શન ડ્રામા માનવામાં આવે છે તેમજ આ ફિલ્મ પૈન ઇન્ડિયા ફિલ્મ છે. સારા સમાચાર એ છે કે, આ ફિલ્મમાં ‘અબરાર હક’ એટલે કે ‘એનિમલ’ના બોબી દેઓલ પણ જોવા મળશે. આજે એક્ટર બોબી દેઓલ 55મો જન્મદિવસ ઉજવી રહ્યો છે ત્યારે ફિલ્મના મેકર્સે આ દિવસને વધુ ખાસ બનાવવા બોબીના ફેન્સને એક ગિફ્ટ આપી છે. ‘કંગુવા’માં અભિનેતાનો વધુ ખતરનાક લુક સામે આવ્યો છે. ફિલ્મ ‘કંગુવા’ના અભિનેતા બોબી દેઓલનો ફર્સ્ટ લુક અને બોબીના પાત્રનું નામ પણ જણાવ્યુ છે. ‘કંગુવા’માં બોબીનો ફર્સ્ટ લૂક જોઇને એમ લાગી રહ્યું છે કે, અભિનેતા ફરી એક વખત ખતરનાક વિલનની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં બોબીના પાત્રનું નામ ઉધીરન છે. ‘કંગુવા’માં બોબીના પાત્ર ઉધિરનની પ્રથમ ઝલકે ચાહકોને દંગ કરી દીધા છે.

ફિલ્મનાં બોબીના ફર્સ્ટ લુકની ઝલક શેર કરતા, મેકર્સે કેપ્શનમાં લખ્યું, ‘નિદર્યી, શક્તિશાળી, અનફર્ગેટેબલ, અમારા ઉદીરન બોબી દેઓલ સરને જન્મદિવસની શુભેચ્છા.’ આ પોસ્ટરમાં બોબીના લુકની વાત કરીએ તો, બોબીની આજુબાજુ ઘણી વધી મહિલાઓ તેને ઘેરીન ઉભી છે. બોબી દેઓલ લાંબા વાળ સાથે માથામાં શિંગડા પણ છે. તેના ગળામાં હાડકાંથી બનેલી ઢાલ છે જેના પર લોહી પણ દેખાય છે. એકંદરે પોસ્ટર એકદમ ડરામણું છે. હાલમાં આ ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. આ ફિલ્મને લઇને કહેવાઇ રહ્યું છે કે, સોરારઇ પોટરૂ અભિનેતા ફિલ્મમાં છ ભૂમિકા ભજવવા જઇ રહ્યાં છે. આ ફિલ્મથી દિશા પટણી અને બોબી દેઓલ તમિલમાં ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મની સ્ટાર કાસ્ટની જો વાત કરીએ તો, આ ફિલ્મમાં જગપતિ બાબુ, યોગી બાબુ, રેડિન કિંગ્સલે, કેએસ રવિકુમાર અને અન્ય ઘણા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!