Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઉધના વિસ્તારમાં આવેલ લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં બાંધકામ સાઈટનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં એક મજુરનું મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં બાંધકામ સાઈટનો સ્લેબ અચાનક ધરાશાયી થયો હોવાની ઘટના બની છે.આ દુર્ઘટનામાં એક મજુરનું મોત થયું છે.એક મજૂર નમી ગયેલા સ્લેબ ફસાઈ જતા ફાયર રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાડ્યો હતો.  બીજી બાજુ નીચે પટકાયેલા બે મજૂર ઈજાગ્રસ્તોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી આઘાતજનક ઘટના બની છે. અહીં લક્ષ્મી નારાયણ ઈન્ડસ્ટ્રીયલમાં પ્લોટ નંબર 86,87,88પર 1223/154 નંબરના યુનિટ બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે આ પ્લોટ પર યુનિટના બાંધકામ દરમ્યાન અચાનક સાઈટનો સ્લેબ અચાનક તૂટી પડયો હતો. આ ઘટનાને પગલે બે નીચે પડકાયા હતા.એક મજૂર નમી ગયેલા સ્લેબ ફસાઈ ગયો હતો.

બીજી બાજુ ઘટનાની જાણ થવાની સાથે ફાયર બ્રિગેડની ટીમ સહિત ઉધના પોલીસ ઘટનાએ સ્થળે દોડી આવી હતી. મજૂરોને બચાવવા કવાયત હાથ ધરી હતી. નીચે પટકાય ગયેલા બંને મજૂરોને તાત્કાલિક સારવાર અર્થ નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. સ્લેબના સળિયા માં લટકાઈ ગયેલા એક મજૂરનું ફાયર ની ટીમે રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાડ્યો હતો.પટકાય ગયેલા બંને ચંદુ સેમન સેમાડા નામના મજૂરને સારવાર મળે તે પહેલાજ હોસ્પિટલમાં હજાર તબીબએ મૃતક જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે, એક બાઈક ચાલક રોડ પરથી પસાર થઈ રહ્યો છે અને ત્યાર અચાનક ધડામ કરીને કારખાનાનો સ્લેબ રોડ પર જ પડે છે. બાઈક ચાલક સહેજ માટે બચી જાય છે. સ્લેબ સાથે બે મજૂરો ઊંધા માથે નીચે પટકાતા જોવા મળી રહ્યાં છે.

સમગ્ર મામલે ઉધના પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વની વાત છે કે સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી બાંધકામ સાઈટ પરથી કામ કરતાં પડી જવાથી શ્રમિકોના મોતના કિસ્સાઓ સાથે સામે આવતા હોય છે ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરતા મજૂરોને કોઈ પણ પ્રકારના સેફ્ટીના સાધનો આપ્યા વગર જ તેઓની પાસે કામ કરવામાં આવતું હોય છે. કામ કરતી વખતે અચાનક મજૂર નીચે પડકાય જતા હોય છે મોત નિપજવાના કિસ્સા બનતા હોય છે. જોકે કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોને યોગ્ય રીતે સેફ્ટીના સાધનો આપવામાં આવે તો મજૂરોનો જીવ બચવાની શક્યતા રહેતી હોય છે. પરંતુ આ કોન્ટ્રાક્ટરો પૈસા કમાવા ના ફિરાકમાં તેમ લાગી રહ્યું છે.મજૂરોને સેફ્ટીના સાધનો આપ્યા વગર જ કામ કરાવતા હોય છે જેને લીધે ગરીબ શ્રમિક મજૂરો ભોગ બનતા બની રહ્યા છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!