વ્યારાના કાંજણ ગામના પાઢાંર ફળિયામાં સ્મશાનની પાછળ આવેલા જંગલ વિસ્તારમાં બાવળના ઝાડ સાથે દોરી બાંધી પ્રેમી પંખીડાએ ગળે ફાંસો જીવન ટૂંકાવી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં બરડીપાડા ગામના ગામઠાણ ફળિયાની પરણીતા રવિનાબેન અંકુરભાઈ ભીલ (ઉ.વ.23) અને વ્યારા તાલુકાના ભોજપુર ગામના અંકોલીયા ફળિયાના રહીશ રાહુલભાઈ ઋષિભાઈ વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો.
જોકે બંને યુવક-યુવતીની જ્ઞાતિ અલગ અલગ હોવાથી જેઓના લગ્ન થઈ શકે તેમ ન હોવાથી જે અંગે જેઓને મનમાં માઠું લાગી આવતા તેઓએ તારીખ 8નાં રોજ કાંજણ ગામના સ્મશાનની પાછળ જંગલ વિસ્તારમાં પહોંચી બાવળના ઝાડની ડાળી સાથે અલગ અલગ દોરી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધો હતો. તેમજ પ્રેમી પંખીડાનાં લટકતા મૃતદેહો જોવા મળતા જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે વ્યારા પોલીસ મથકે રમેશભાઈ ગેબલીયાભાઈ ભીલ (રહે.બરડીપાડા)નાંએ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




