બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીની જોડી ફેન્સની ફેવરિટ છે. લોકો આ કપલના જીવનની દરેક અપડેટ જાણવા માંગે છે. બંનેના લગ્નને 6 વર્ષ થયા છે અને બંને વામિકાના માતા-પિતા છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે અનુષ્કા શર્મા બીજી વખત પ્રેગ્નેન્ટ છે. બન્ને આ વિશે હજુ સુધી કઈ જ નિવેદન આપ્યુ નથી અને મૌન જાળવી રાખ્યું છે. અનુષ્કાનો બેબી બમ્પ પણ ઘણી વખત જોવા મળ્યો હતો, આમ છતાં બંનેએ ક્યારેય પોતાની પ્રેગનન્સી વિશે વાત કરી ન હતી, પરંતુ હાલમાં જ ક્રિકેટર એબી ડી વિલિયર્સે એક્ટ્રેસની પ્રેગ્નન્સી વિશે વાત કરી હતી. પરંતુ હવે પોતાના શબ્દો પરથી પલટી મારી છે. ડી વિલિયર્સે દાવો કર્યો છે કે તેણે ભૂલ કરી છે. તેણે કહ્યું કે વિરાટ અને અનુષ્કાના બીજા બાળકની અપેક્ષાના સમાચાર સાચા નથી. પરિવાર પહેલા આવે છે અને પછી ક્રિકેટ. ડી વિલિયર્સે કહ્યું કે મારી યુટ્યુબ ચેનલ પર મારાથી મોટી ભૂલ થઈ છે.
તે માહિતી ખોટી હતી અને બિલકુલ સાચી નહોતી. મને લાગે છે કે વિરાટના પરિવાર માટે જે પણ શ્રેષ્ઠ છે તે પહેલા આવે છે. કોઈને ખબર નથી કે ત્યાં શું થઈ રહ્યું છે, હું એટલું જ કરી શકું છું. હું તેને સારા સ્વાસ્થ્યની કામના કરું છું. તેના બ્રેકનું કારણ ગમે તે હોય, હું આશા રાખું છું કે તે વધુ મજબૂત, વધુ સારી રીતે વાપસી કરશે. વિરાટના નજીકના મિત્ર એબી ડી વિલિયર્સે કહ્યું હતું કે વિરુષ્કાના ઘરમાં ફરી એકવાર હાસ્ય ગુંજવા જઈ રહ્યું છે. ડી વિલિયર્સે પોતાની યુટ્યુબ ચેનલ પર એક ફેન સાથે વાત કરતા આ વાત કહી. તેણે કહ્યું હતું કે, ‘આ વિરાટ કોહલી માટે પારિવારિક સમય છે.
તેમના ઘરે બીજું બાળક આવવાનું છે. જ્યારે ડી વિલિયર્સ યુટ્યુબ પર ચાહકોના પ્રશ્નોના જવાબ આપી રહ્યો હતો ત્યારે એક પ્રશંસકે તેને વિરાટ વિશે પૂછ્યું અને તેણે વિરાટ સાથે કરેલી ચર્ચાનો ઉલ્લેખ મેસેજ પર કર્યો. જેના જવાબમાં ડી વિલિયર્સે કહ્યું, ‘મને તે જોવા દો. તેઓએ શું કહ્યું. હું તમને (ચાહકોને) થોડો પ્રેમ આપવા માંગુ છું. તેથી મેં તેને લખ્યું કે હું તમને થોડા સમય માટે મળવા માંગુ છું. તમે કેમ છો?’ આના જવાબમાં વિરાટે કહ્યું, ‘અત્યારે મારે મારા પરિવાર સાથે રહેવાની જરૂર છે. હું મઝામાં છું.’ આ વિશે વધુ વાત કરતાં ડી વિલિયર્સે કહ્યું, ‘હા, તેનું બીજું બાળક આવવાનું છે. હા, આ પારિવારિક સમય છે અને વસ્તુઓ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને લાગે છે કે મોટાભાગના લોકોની પ્રાથમિકતા પરિવાર છે, તમે આ માટે વિરાટને જજ ન કરી શકો.




