Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કેરળના ટોલિન્સ ટાયર્સે 230 કરોડ રૂપિયાના IPO માટે સેબી સમક્ષ અરજી કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

જાણીતી ટાયર કંપની Tollins Tyres શેરબજારમાં લિસ્ટિંગની તૈયારી કરી રહી છે. કેરળના ટોલિન્સ ટાયર્સે (Tollins Tyres) રૂપિયા 230 કરોડના IPO માટે સેબી સમક્ષ અરજી કરી છે. કંપનીએ 16 ફેબ્રુઆરીએ IPO ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યું છે. આમાં પ્રમોટર દ્વારા ₹200 કરોડના મૂલ્યનાફ્રેશ ઈક્વિટી શેર અને ₹30 કરોડના શેરનું વેચાણ કરવામાં આવશે. કંપનીના પ્રમોટર્સ કલામપ્રામબિલ વર્કી ટોલિન અને તેમની પત્ની જેરિન ટોલિન OFS દ્વારા તેમનો હિસ્સો ઘટાડશે. તેઓ મળીને કુલ રૂપિયા 15 કરોડના શેર વેચશે.એક અહેવાલમાં આ IPO માટે ડ્રાફ્ટ પેપર ફાઇલ કરવાની માહિતી આપી છે.

હાલમાં, પ્રમોટર ટોલિન્સ ટાયર્સમાં 92.64% હિસ્સો ધરાવે છે. બાકીના 7.36% પબ્લિક શેરધારકો પાસે રહેશે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કંપની પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટમાં ₹25 કરોડ એકત્ર કરી શકે છે. કંપની લોનની ચૂકવણી કરવા માટે IPOમાંથી એકત્ર કરાયેલી રકમમાંથી લગભગ ₹62.55 કરોડનો ખર્ચ કરશે. આ સિવાય તે કાર્યકારી મૂડી પર ₹75 કરોડનો ખર્ચ કરશે. જાન્યુઆરી 2024 સુધી કંપની પર કુલ ₹95.09 કરોડનું દેવું છે. આ સિવાય પેટાકંપનીમાં ₹24.37 કરોડનું રોકાણ કરવામાં આવશે. તેમાંથી, ₹16.37 કરોડ પેટાકંપનીની લોનની ચુકવણી પર ખર્ચવામાં આવશે અને ₹8 કરોડ કાર્યકારી મૂડી પર ખર્ચવામાં આવશે.

ટોલિન્સ ટાયર્સ બ્રાન્ડ હેઠળ, આ કંપની હળવા કોમર્શિયલ વાહનો, કૃષિ વાહનો અને 2/3 વ્હીલર્સ માટે ટાયર બનાવે છે. ભારતમાં વેચાણ ઉપરાંત, આ કંપની મધ્ય પૂર્વ, આસિયાન ક્ષેત્ર અને આફ્રિકન દેશોમાં પણ નિકાસ કરે છે. હાલમાં આ કંપની 19 દેશોમાં નિકાસથી કમાણી કરે છે. તેની લગભગ 9.01% આવક આ દેશોમાં નિકાસમાંથી આવે છે. આ આંકડો માર્ચ 2023માં પૂરા થતા બિઝનેસ વર્ષનો છે.કંપની વાર્ષિક 15.1 કરોડ ટાયર બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત વાર્ષિક ધોરણે 12,486 ટન ટ્રેડ રબર અને 17,160 ટન રબર કમ્પાઉન્ડનું ઉત્પાદન કરવાની ક્ષમતા પણ છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!