મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના વીરપુર ગામના ખેડૂત સાથે એલ.એન્ડ.ટી ફાયનાન્સ કંપનીના એજન્ટે લોનના હફ્તા બાકી છે કહી ટ્રેક્ટર લઈ જઈ પોતાના અંગત કામ માટે ઉપયોગ કર્યાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાના વીરપુર ગામના ગામઠાણ ફળિયામાં રહેતા કાંતાભાઈ કોટાભાઈ ગામીત નાંએ તારીખ 17/02/2024નાં રોજ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, કામરેજ તાલુકાના વાંસદા રૂધિ મોટું ફળિયામાં રહેતો સાવનભાઈ ચંદુભાઈ પટેલ નાએ કાંતાભાઈ ગામીત નાએ કહેલ કે, તમારા ટ્રેક્ટરના હપ્તા ભરવાનું ચુકી ગયેલ છો અને હું એલ.એન્ડ.ટી ફાયનાન્સ કંપનીમાંથી આવું છું કહી અને તમારું ટ્રેક્ટર કંપનીમાં જમા કરાવવાનું છે તેમ કહી સાવનભાઈએ કાંતાભાઈનું ટ્રેક્ટર 415 યુવો જેની કિંમત રૂપિયા 5,50,000/-નું કંપનીમાં જમા કારાવા સારૂ લઈ જઈ કંપનીમાં જમા નહિ કરાવ્યું હતું અને પોતાના અંગત ઉપયોગમાં વાપરી કાંતાભાઈ ગામીત સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.




