મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારો જન ફરિયાદ નિવારણનો રાજ્ય ‘સ્વાગત’ આગામી તા.૨૨ ફેબ્રુઆરીએ યોજાશે નહીં. પ્રજાજનોની રજૂઆતો અને તેના નિવારણ માટે ટેકનોલોજીના વિનિયોગથી દર મહિનાના ચોથા ગુરૂવારે રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનાનો રાજ્ય ‘સ્વાગત’ જે આગામી ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૪ ગુરૂવારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજવાનો હતો તે આ ગુરૂવારે અનિવાર્ય કારણોસર યોજાશે નહીં. સૌ સંબંધ કર્તાઓને આ અંગેની નોંધ લેવા મુખ્યમંત્રીશ્રીના જન સંપર્ક એકમ દ્વારા જણાવવામાં આવ્યું છે.




