મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪મા ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના વન વિસ્તારમાંથી પસાર થતા જુદા જુદા રસ્તાઓનુ સુદ્રઢીકરણ અને મરામત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ સાથે જોબ નંબર ફાળવવામા આવ્યા છે. ડાંગ જેવા દુર્ગમ વિસ્તારના વાહન ચાલકો અને પ્રજાજનોની માંગણીને વાચા આપતા, ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ દંડક દ્વારા, સરકાર કક્ષાએથી ડાંગ જિલ્લાના આહવા, વઘઇ, અને સુબિર તાલુકામા આવેલા પંચાયત હસ્તકના કુલ ૧૭ જેટલા માર્ગોને રૂપિયા ૩૭૦૦ લાખની માતબર રકમે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વન વિસ્તારમાંથી પસાર થતા માર્ગોનુ બાંધકામ અને સુદ્રઢીકરણ કરવાની મંજુરી આપવામા આવી છે.
આ ઉપરાંત બજેટ ઉચ્ચક જોગવાઇ વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત કુલ ૧૪ જેટલા અંતરિયાળ માર્ગોના રૂપિયા ૯૮૫૦ લાખની માતબર રકમના મરામતની કામગીરીને પણ જોબ નંબર ફાળવવામાં આવ્યા છે. ધારાસભ્ય તરફથી મળેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના (૧) કુડકસ થી ચીકાર રોડ, (૨) પિપલદહાડ થી જામનસોંઢા રોડ, (૩) ટાંકલીપાડા થી ગારખડી રોડ, (૪) શિંગાણા થી મુરૂમવિહિર રોડ, (૫) માંળુગા થી શ્રીભવન રોડ, (૬) જામલાપાડા થી ઉગા રોડ, (૭) નાનાપાડા થી ખાપરી રોડ, (૮) દેવીપાડા થી હાડકાઇચોંન્ડ રોડ, (૯) સાકરપાતળ થી સુર્ગાણા રોડ (દગુનીયા સુધી), (૧૦) કીલાઇબારી થી ભેંડમાળ રોડ, (૧૧) મહાલ થી કાલીબેલ-ચીખલા રોડ, (૧૨) ઝાવડા થી પારડી રોડ, (૧૩) કાલીબેલ થી ટેકપાડા રોડ, (૧૪) ભુજાડ થી બરડીપાડા રોડ, (૧૫) ચિખલા થી બરડીપાડા રોડ (વાયા ભાંગરાપાની), (૧૬) ઘુબીટા થી ચનખલ રોડ, (૧૭) ગૂશમાઇબારી થી ઝરીયા રોડ મળીને કુલ લંબાઈ ૧૦૧.૫૮ કિલોમીટર, અને અંદાજીત રકમ રૂ.૩૭૦૦ લાખ જેટલી રકમના રસ્તાઓનું રીસરફેસીંગ તથા જરૂરી સી.ડી.વર્કસ/પ્રોટેક્સન વોલની કામગીરી મંજૂર કરવામાં આવી છે.
આ ઉપરાંત બજેટ ઉચ્ચક જોગવાઇ વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત (૧) કરંજડા થી શેપુઆંબા રોડ, (૨) શિંગાણા થી કાકશાળા રોડ, (૩) પિપલદહાડ થી ગારખડી (વાયા ચિંચલી) રોડ, (૪) લવચાલી થી વાયા ચિંચલી-પિપલાઇદેવી રોડ, (૫) બરડીપાડા થી સાવરખડી રોડ, (૬) બરડીપાડા થી સાજુપાડા રોડ, (૭) ગલકુંડ થી કાંચનઘાટ રોડ, (૮) બોરખલ થી હોલબારી રોડ, (૯) બોરખલ થી લીંગા રોડ, (૧૦) ગલકુંડ-ચૌક્યા (વાયા લિંગા) રોડ, (૧૧) વડથલ થી ભવાનદગડ (વાયા સુંદા) રોડ, (૧૨) ચિકટીયા થી કલમપાણી રોડ, (૧૩) પિંપરી થી ભવાનદગડ રોડ, (૧૪) પિપલાઇદેવી થી પિપલદહાડ રોડ મળી કુલ લંબાઇ ૧૪૭.૫૩ કિલોમીટર, અને અંદાજીત રકમ રૂ.૯૮૦૦ લાખ જેટલી રકમના રસ્તાઓનુ નુકશાનગ્રસ્ત લંબાઇમા મરામતની કામગીરી તેમજ બ્રિજ/સ્ટ્રક્ચર/પ્રોટેક્સન વોલની કામગીરી મંજુર કરવામાં આવી છે.
આમ, ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ દ્વારા વર્ષો જુના રોડ રિપેરીંગના પ્રશ્નોનો પ્રજાની લાગણી અને માંગણી મુજબ હલ કરી, રાજ્ય સરકાર દ્વારા વન વિભાગના રસ્તાઓના નવિનીકરણ માટેની મંજુરી આપવામા આવી છે. આ રસ્તાઓ પ્રજા ઉપયોગી તેમજ પ્રવાસીઓ માટે ખુબ જ ઉપયોગી સાબીત થશે, તેમ ધારાસભ્ય રાજ્ય સરકાર પ્રત્યે આભારનો ભાવ પ્રગટ કરતા જણાવ્યું હતું.




