તારીખ ૨૦મી ફેબ્રુઆરીના રોજ ડાંગ જિલ્લા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વઘઇ ખાતેની પ્રાથમિક શાળા, તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળાના આચાર્યાશ્રીઓ દ્વારા વઘઇ કોટવાળીયા વસાહતમા પોસ્ટર બેનરો સાથે મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમા વિદ્યાર્થીઓએ ૧૦૦ ટકા મતદાન હક્કનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. મતદાન જાગૃતિ કાર્યક્રમમા શાળાના શિક્ષકો તેમજ કુલ ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
–




