વુમન્સ પ્રીમિયર લીગ 2024 સીઝનની છઠ્ઠી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સની ટીમો આમને-સામને હતી. આ મેચમાં યુપી વોરિયર્સે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સને આસાનીથી હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સને સિઝનની પહેલી હાર મળી છે. યુપી વોરિયર્સને જીતવા માટે 162 રનનો ટાર્ગેટ હતો. એલિસા હીલીની આગેવાની હેઠળની ટીમે 16.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. એલિસા હીલીની આગેવાની હેઠળની ટીમે 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ રીતે યુપી વોરિયર્સને સિઝનની પ્રથમ જીત મળી છે.
આ પહેલા યુપી વોરિયર્સની કેપ્ટન એલિસા હીલીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સ તેમની નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌર અને શબનિમ ઈસ્માઈલ વિના હતી. નેટ સીવર બ્રન્ટે હરમનપ્રીત કૌરની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કર્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સના 161 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલા યુપી વોરિયર્સની શરૂઆત શાનદાર રહી હતી. યુપી વોરિયર્સની ઓપનર એલિસા હીલી અને કિરણ નવગીરે પ્રથમ વિકેટ માટે 9 ઓવરમાં 94 રન જોડ્યા હતા. કિરણ નવગીરે 31 બોલમાં 57 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. જ્યારે એલિસા હીલીએ 29 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 33 રનની ઇનિંગ રમી હતી. હેરી ગ્રેસે 17 બોલમાં 38 રન ફટકારીને શાનદાર ફિનિશિંગ કર્યું હતું.
