Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

શહેબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પાકિસ્તાનમાં તમામ સંઘર્ષ બાદ આખરે તે સમય આવી ગયો છે જેની માત્ર અહીંના લોકો જ નહીં પરંતુ આખી દુનિયા રાહ જોઈ રહી હતી. પાકિસ્તાનમાં સરકાર રચવાનો રસ્તો સાફ થઈ ગયો છે. PML-Nના નેતા શહેબાઝ શરીફ ફરી એકવાર દેશની કમાન સંભાળવાની તૈયારી કરી રહ્યા છે. તેઓ દેશના 24મા વડાપ્રધાન બનવા માટે તૈયાર છે. જે ફરી એકવાર ગઠબંધન સરકારનું નેતૃત્વ કરશે.

પાકિસ્તાનમાં કેટલાય દિવસોથી ચાલી રહેલા રાજકીય ગરમાવો વચ્ચે આખરે નવા વડાપ્રધાનની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ શહેબાઝ શરીફ પાકિસ્તાનના આગામી વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદિકે જાહેરાત કરી હતી કે PML-Nના પ્રમુખ શહેબાઝ શરીફ 201 મત મેળવીને પાકિસ્તાનના 24મા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે.

આપને જણાવી દઈએ કે 72 વર્ષીય પીએમએલ-એન પ્રમુખ શાહબાઝ ત્રણ વખત પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફના નાના ભાઈ છે. સામાન્ય ચૂંટણીઓ યોજવા માટે સંસદનું વિસર્જન થાય તે પહેલાં શહેબાઝ શરીફએ એપ્રિલ 2022 થી ઓગસ્ટ 2023 સુધી ગઠબંધન સરકારના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. ચોથી વખત પીએમ બનવાનું સપનું લઈને લંડનથી પાકિસ્તાન પરત ફરેલા નવાઝ શરીફે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કરીને સૌને ચોંકાવી દીધા હતા. જે બાદ તેમણે પોતાના નાના ભાઈને વડાપ્રધાન તરીકે મેદાનમાં ઉતાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીના રોજ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી નહોતી. જે બાદ શરીફની પાર્ટીએ PPP સહિત અન્ય પાર્ટીઓ સાથે મળીને સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. પીપીપી સહિત ચાર નાના પક્ષો પીએમએલ-એન સાથે ગઠબંધનમાં જોડાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીપીપી તેના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને ફરી એકવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા માટે પીએમએલ-એનને સમર્થન આપી રહી છે. સમાચાર છે કે દેશમાં 9 માર્ચ પહેલા રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ શકે છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!