Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગુજરાત ટાઇટન્સને વધુ એક ઝટકો, ઝારખંડના યુવા ક્રિકેટર રોબિન મિન્ઝ અકસ્માત થયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આઈપીએલ ઓક્શનથી નામ કમાનારા યુવા બેટ્સમેન ક્રિકેટર રોબિન મિન્ઝનો અકસ્માત થયો છે. 21 વર્ષનો આ ખેલાડી પોતાની બાઈક લઈ જઈ રહ્યો હતો. તે દરમિયાન તેની સાથે આ ઘટના બની છે. હાલમાં રોબિન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.મિન્ઝ આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો છે.આ વાતની પુષ્ટિ તેના પિતાએ કરી છે. ખેલાડી વધુ ઈજાગ્રસ્ત થયો નથી.

મિન્ઝના પિતાએ કહ્યું તેનો પુત્ર સ્વસ્થ છે, મિંઝને માત્ર તેના જમણા ઘૂંટણમાં સામાન્ય ઈજા થઈ છે. મિન્ઝના પિતા રાંચી એરપોર્ટ પર સિક્યોરિટી ગાર્ડ છે. એક વખત તેનો સામનો મહેન્દ્ર ધોની સાથે થયો, ધોનીએ તેના પિતાને વચન આપ્યું હતુ કે, જો આઈપીએલ 2014માં ઓક્શનમાં તેના પુત્રને કોઈ ખરીદશે નહિ તો ચેન્નાઈ સુપર કિંગ્સ તેની ટીમમાં લઈ લેશે. મિન્ઝને ગુજરાતે તેને 3.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

તમને જણાવી દઈએ કે, રોબિન મિન્ઝ આઈપીએલમાં રમનાર પ્રથમ આદિવાસી ક્રિકેટર બનશે.રોબિને 2020-21 દરમિયાન અંડર-19 ઓપન ટ્રાયલની પ્રથમ મેચમાં 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી, આ ઇનિંગમાં તેણે પાંચ સિક્સર ફટકારી હતી. ઝારખંડનો ક્રિકેટર રોબિન મિન્ઝ IPL 2024માં ધૂમ મચાવશે. રોબિન મિંઝ ઝારખંડનો પહેલો આદિવાસી ક્રિકેટર છે, જે IPLમાં રમતા જોવા મળશે. આઈપીએલ 2024ની શરુઆત 22 માર્ચથી થઈ રહી છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!