Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સરકારી કંપનીને મોટો ઓર્ડર મળ્યો, શેરના ભાવમાં થઈ શકે મસમોટો વધારો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

RailTelની સ્થાપના વર્ષ 2000 માં કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રવ્યાપી બ્રોડબેન્ડ અને VPN સેવાઓ, ટેલિકોમ અને મલ્ટીમીડિયા નેટવર્ક બનાવવા, ભારતીય રેલવેની ટ્રેન નિયંત્રણ કામગીરી અને સલામતી વ્યવસ્થાને આધુનિક બનાવવાનો છે. તે ભારત સરકારની ‘મિનીરત્ન’ PSE છે. હાલ RailTelનું નેટવર્ક સમગ્ર દેશમાં લગભગ 6,000 સ્ટેશનોમાંથી પસાર થાય છે. RailTel દ્વારા 4 માર્ચના રોજ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, કંપનીને સ્ટેટ ટ્રાન્સફર ઓથોરિટી ઓડિસા તરફથી 87.85 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર મળ્યો છે. આ કામ 1 વર્ષના સમયગાળા દરમિયાન પૂર્ણ કરવાનું રહેશે. કામની વાત કરીએ તો હાલના કમાન્ડ કંટ્રોલ સેન્ટરને યુનિફાઈડમાં અપગ્રેડ કરવું, રાજ્ય પરિવહન માટે કમાન્ડ કંટ્રોલ સેન્ટર અને ઇન્ટેલિજન્ટ એન્ફોર્સમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (IEMS)નું અમલીકરણ કરવાનું છે.

RailTel ના શેર 4 માર્ચના રોજ આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે 14.85 રૂપિયાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. શેર 459.80 ના સ્તર પર ખુલ્યો હતો અને 469.35 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 3.24 ટકાના ઘટાડા સાથે 444.05 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો RailTel ના શેરે ઈન્વેસ્ટર્સને 213.65 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 92.23 ટકા વધ્યો હતો. જે ઈન્વેસ્ટરે એક વર્ષ પહેલા રોકાણ કર્યું હતું તેઓને હાલ 294.99 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 332.90 રૂપિયાનું વળતર આપ્યું છે. શેરે છેલ્લા 5 વર્ષમાં 267.45 ટકાનું રિટર્ન આપ્યું છે. RailTel માં પ્રમોટર્સ હોલ્ડિંગ 72.8 ટકા છે, જ્યારે પબ્લિક હોલ્ડિંગ 22.3 ટકા છે. કંપનીમાં કુલ 307246 શેરહોલ્ડર્સ છે. કંપનીનું કુલ માર્કેટ કેપ 14237 કરોડ રૂપિયા છે, જ્યારે દેવું 48 કરોડ રૂપિયા છે. કંપનીનો ટેક્સ બાદનો નફો 217 કરોડ રૂપિયા છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!