Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજપીપલાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત-નારી શક્તિ વંદના’ કાર્યક્રમ યોજાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતની નારી ગૌરવ નીતિ અનુસાર મહિલાઓના આર્થિક વાતાવરણ પુરૂ પાડવામાં આવતા તે સશક્ત બની છે, તે વાતની પ્રતીતિ કરાવતા કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના સ્વ- સહાય જૂથોને એક સાથે રૂ.૩ કરોડની સહાય આપવામાં આવી છે. આ સહાય થકી મહિલાઓ સ્વરોજગાર કરી પગભર બની શકશે. જિલ્લા પંચાયત પ્રમુખ અને નાંદોદ ધારાસભ્યના અધ્યક્ષસ્થાને નર્મદા જિલ્લામાં નાંદોદ વિધાનસભા વિસ્તારનો કાર્યક્રમ રાજપીપલાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે “વિકસિત ભારત, વિકસિત ગુજરાત-નારી શક્તિ વંદના” કાર્યક્રમ યોજાયો હતો. નારી શક્તિ વંદના” ખાસ મહત્વ આપતા ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, જ્યાં નારીની પૂજા થાય છે, ત્યાં દેવોનો વાસ થાય છે. તા.૮ મી માર્ચના દિવસે “વિશ્વ મહિલા દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે.

જે અંતર્ગત આજે મહિલાઓનો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્થાન થાય અને મહિલાઓ દરેક વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર આવે તે માટે વિશેષ પ્રાધાન્ય આપીને નારી શક્તિ વંદનાની ઉજવણી કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મહિલાઓને આર્થિક રીતે સમૃદ્ધ અને મજબુત અને પગભર કરીને આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધારવા માટે સરકારશ્રી દ્વારા સરાહનિય પ્રયાસો સહિત કરવાની સાથે વિવિધ યોજનાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. વધુમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, ગુજરાત સહિત દેશની મહિલાઓને સમૃદ્ધ બનાવવા સ્વ-સહાય જૂથો અને સખી-મંડળની બહેનો દ્વારા વિવિધ તાલીમો, સસ્તા અનાજની દુકાન, વાંસની બનાવટો, કેન્ટિંગમાં વિવિધ પ્રકારની વાનગીઓ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ધારાસભ્યશ્રીએ ઉમેર્યું કે, રાજયમાં વિવિધ જગ્યાએ લખપતિ દીદી બનાવવાની તાલીમ આપવાના આવે છે. જે અંતર્ગત નર્મદા જિલ્લાની બહેનોને પણ આ તાલીમ આપીને કૌશલ્યવાન અને આત્મનિર્ભર બનાવવામાં આવશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં વરદ્હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ૧૩ હજારથી વધુ સ્વ-સહાય જૂથની ૧.૩૦ લાખથી વધુ બહેનોને રૂ.૨૫૦ કરોડથી વધુ સહાય અર્પણ કરવામાં આવી હતી. આ વેળાએ વડાપ્રધાનશ્રીના ઉદબોધનને સૌએ સાંભળ્યું હતું. ઉપરાંત DAY-NRLM લાભાર્થીઓની શોર્ટ ફિલ્મનું નિદર્શન પણ ઉપસ્થિત મહાનુભાવો સહિત સૌએ નિહાળ્યું હતું. આ પ્રસંગે શ્રીમતી જોશનાબેન વસાવાએ પોતાની ખેતી અને પશુપાલનમાં થઈ રહેલી પ્રગતિ વિશે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતાં.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!