જૂનાગઢમાં હિટ એન્ડ રનમાં ત્રણ મિત્રોના કમકમાટીભર્યા મૃત્યુ થયા છે. ઈકો કારે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં માણાવદરના એક અને બાંટવાના બે યુવાનોએ જીવ ગુમાવ્યા છે. મોડી રાતે આ ઘટના બની હતી, જેમાં એક ઈકો કાર બાઈકને ફંગોળીને નીકળઈ ગઈ હતી.
બાટવાના પાજોદ પાસે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં મોડી રાતે એક ઈકો કારે બાઈકને ટક્કર મારી હતી. બાઈક પર ત્રણ યુવકો સવાર હતા. કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો. ત્યારે ત્રણેય યુવકો નીચે પટકાયા હતા. આમ, ત્રણ જુવાનજોધ યુવકોના મોતથી ગામમાં માતમ છવાયો છે. હાલ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના નજરે જોનારા સ્થાનિક રામભાઈએ જણાવ્યું કે, ઈકો ગીડી 100થી વધારેની સ્પીડે દોડી રહી હતી. તેણે બાઈકને ફંગોળી હતી.
