Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

આગામી દિવસોમાં ગુજરાતમાં શરીર બાળી નાંખે તેવી ગરમી પડશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે બપોરે અને આખા દિવસ દરમિયાન આકરી ગરમીનો અહેવાસ થાય છે. એવામાં આગાહીકાર અંબાલાલ પટેલે એક ઘાતક આગાહી કરી છે. સ્થિતિ એવી છેકે, અત્યારથી જ એસીની દુકાનો અને શો રૂમોમાં ભારે ભીડ જામવા લાગી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છેકે, આગામી દિવસોમાં ગુજરાતમાં શરીર બાળી નાંખે તેવી ગરમી પડશે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છેકે, આવખતે ગરમી ગુજરાતમાં તમામ રેકોર્ડ તોડી નાંખશે. આ વખતે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠશે ગુજરાતીઓ.

ખાસ કરીને 22 માર્ચ સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. ગુજરાતના મોટાભાગના હિસ્સાઓમાં આ પ્રકારની જ ગરમીનો અહેસાસ થશે એવું પણ અંબાલાલે જણાવ્યું છે.  આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ખાસ કરીને આ વખતે ગુજરાતીઓ માટે ઉનાળો ખુબ જ આકરો રહેશે. આગામી દિવસોમાં ગુજરાતીઓને કાળઝાડ ગરમી નો અહેસાસ થશે. 22 માર્ચ સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે. ગુજરાતના મહદ ભાગોમાં ભારે ગરમી પડવાની શક્યતા છે.

આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યુંકે, આ વખતે ગુજરાતમાં ભારે ગરમી પડે તેવી સંભાવના છે. એવું પણ બને કે ગરમી અત્યાર સુધીના રેકોર્ડ તોડી નાંખે. ખાસ કરીને કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ ગરમી પડી શકે છે. 15 માર્ચથી ગરમીમાં ક્રમશઃ વધારાની થઈ શકે છે શરૂઆત. 17 થી 20 માર્ચમાં હવામાન પલટાશે.17 થી 20 માર્ચે કેટલાક વિસ્તારોમાં વાદળ ઘેરાશે. જો કે આ સમયે મહત્તમ તાપમાના 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા.

ખાસ કરીને બીજી તરફ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહે તેવી પણ સંભાવના છે. કેટલાંક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના વ્યક્ત કરતા ફરી એકવાર બેવડી ઋતુનો માર ગુજરાતને પડશે તે પણ નક્કી છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ પડી ભેજ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલું નહીં હોળીના દિવસે વાદળવાયુ વાતાવરણ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ અને પવન રહેવાની શક્યતા છે. આ સમયે બંગાળાના ઉપસગારમાં હાલચલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતમાં વાદળવાયુ જણાશે. કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુ જણાશે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!