અમદાવાદમાં આજે બોર્ડની પરીક્ષામાં એક એવો કોપી કેસ પકડાયો કે નિરક્ષકો, સ્કોડ, પોલીસ અને વર્ગખંડમાં હાજર સૌ કોઈ ચોંકી ગયા. વિદ્યાર્થિની બે પગ વચ્ચે મોબાઈલ મુકીને કરતી હતી ચોરી. બિદાસ્ત લખતી હતી બોર્ડની પરીક્ષાનું પેપર. પેપર પુરુ થવાના અડધો કલાક પહેલાં જ વિદ્યાર્થિની પકડાઈ. તપાસ કરતા સામે આવ્યુંકે, આ વિદ્યાર્થિની પોતાના આંતર વસ્ત્રોમાં મોબાઈલ છુપાવીને લાવી હતી. અમદાવાદના પોશ વિસ્તારનો છે આ કિસ્સો. જેણે શિક્ષણ જગત અને બોર્ડની પરીક્ષાના લીરેલીરા ઉડાવી દીધાં. બોર્ડ પરીક્ષામાં વધુ એક વિદ્યાર્થી પાસેથી મોબાઈલ પકડાયો છે.
પ્રથમ દિવસે કચ્છના એક સેન્ટરમાંથી મોબાઈલ સાથે વિદ્યાર્થી પકડાયા બાદ આજે અમદાવાદના એક સેન્ટરમાંથી મોબાઈલ સાથે વિદ્યાર્થિની પકડાઈ હતી. અમદાવાદના પૂર્વ ખોખરા વિસ્તારની સ્કૂલમાં ધો.૧૦ના બેઝિક ગણિતના વિષયની પરીક્ષામાં વિદ્યાર્થિની મોબાઈલમાં યુટ્યુબમાંથી ચોરી કરતા પકડાઈ હતી. ધો.૧૦ની આજે લેવાયેલી બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષામાં બેઝિક ગણિતના પેપરમાં અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી પ્રગતિ સ્કૂલના કેન્દ્રમાં એક વિદ્યાર્થીની મોબાઈલ સાથે પકડાઈ હતી. ઝોનલ અધિકારીના જણાવ્યા મુજબ વિદ્યાર્થીની રીપિટર તરીકે પરીક્ષા આપી રહી હતી.
તપાસ કરતા એવું જાણવા મળ્યું હતુંકે, આ વિદ્યાર્થીનિ પોતાના આંતર વસ્ત્રોમાં સ્માર્ટ ફોન છુપાવીને લાવી હતી. પરીક્ષા શરૂ થયા બાદ લગભગ અઢી કલાક પછી વર્ગખંડમાં હાજર નિરિક્ષકને વિદ્યાર્થિનીની હરકતો શંકાસ્પદ લાગી હતી અને વિદ્યાર્થિની મોબાઈલ બે પગ વચ્ચે રાખીને યુટ્યુબમાંથી જવાબો જોતી હતી. જો કે વિદ્યાર્થિનીનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે પેપરના કોઈ પણ ફોટા પાડ્યા ન હતા અને સેન્ટર બહાર મોકલ્યા ન હતા. કે પેપર વાઈરલ કર્યું ન હતું.
પરંતુ બોર્ડના નિયમ મુજબ સ્થળ સંચાલક દ્વારા ઝોનલ અધિકારીને આ અંગે જાણ કરીને નિયમ મુજબ પોલીસ કેસ સહિતની તમામ કાર્યવાહી કરવામાં આવી હતી. ધો.૧૨ની અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષામાં રાયખડ ઝોનમાં રાયપુર-ખાડીયા – વિસ્તારમાં આવેલી એક સ્કૂલના સેન્ટરમાં ચાલુ પરીક્ષાએ એક વિદ્યાર્થિનીને સુગર લૉ ધ થઈ જતા બેભાન જેવી અવસ્થા થતી હોઈ ઝોનલ અધિકારીને જાણ કરીને તાકીદે નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાંથી ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. ડોક્ટરે આવીને ત્રી તપાસ કર્યા બાદ પ્રાથમિક સારવાર કરી હતી અને ત્યારબાદ વિદ્યાર્થિની સ્વસ્થ થઈ ગઈ છે. એ હતી અને વાલીને જાણ કરીને ઘરે મોકલી દેવાઈ હતી.
