Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી જિલ્લામાં ચૂંટણી દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા સભા/સરધસ કાઢવા પર પર પ્રતિબંધ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.જે મુજબ તા.૦૭.૦૫.૨૦૨૪ રોજ મતદાન અને ૦૪.૦૬.૨૦૨૪ના રોજ મતગણતરી થનાર છે.ચૂંટણીઓ દરમ્યાન ઉમેદવાર તથા રાજકીય પક્ષો તરફથી ચૂંટણી પ્રચારમાં જાહેરસભાઓ તથા સરઘસો યોજવામાં આવશે. જેથી કોઈપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય,જાહેર સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા આશયથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, તાપી-વ્યારા દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ તાપી જિલ્લામાં એક જાહેરનામું પ્રસિધ્ધ કયુ છે.

 

જાહેરનામાં મુજાબ કોઈપણ વ્યકિત/વ્યકિતઓએ તા.૧૬/૦૩/૨૪ના કલાક ૦૦.૦૦ થી તા.૧૪/૦૫/૨૪ના કલાક ૨૪.૦૦ સુધીના સમયગાળા દરમ્યાન (બંને દિવસો સહિત)સક્ષમ અધિકારીની પરવાનગી વિના અનઅધિકૃત રીતે ચાર કરતા વધુ માણસોની કોઈ સભા બોલાવવી નહીં કે સરઘસ કાઢવું નહીં,કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા સભા કે સરઘસનું આયોજન કરતા પહેલા સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવાની રહેશે, ઉમેદવાર ઉમેદવારીપત્રો ભરવા કે ઉમેદવારીપત્રોની ચકાસણીમાં કે ચૂંટણી પ્રતિકની ફાળવણીની પ્રક્રિયામાં હાજરી આપવા માટે ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાં જાય ત્યારે મોટા સરઘસ સ્વરૂપે જવું નહીં,જયાં એક પક્ષે સભા યોજી હોય એવા સ્થળોએ બીજા પક્ષે સરઘસ લઈ જવું નહીં. તેમજ ખલેલ પહોંચાડવી નહીં, ચૂંટણીની સભા,સરઘસ અને રેલીમાં સ્થાનિક કાયદા અને અમલમાં હોય તે પ્રતિબંધક હુકમને આધિન ધ્વજ,બેનર્સ કે કટઆઉટ રાખી શકશે. આવા સરઘસમાં પક્ષે/ઉમેદવારે પુરા પાડેલ ટોપી, માસ્ક, સ્કાર્ફ વગેરે પહેરી શકાશે.પરંતુ પક્ષે પુરા પાડેલ સાડી/શર્ટ જેવા મુખ્ય વસ્ત્રો પહેરી શકાશે નહીં.

 

આ હુકમ નીચેના કિસ્સાઓમાં લાગુ પડશે નહિ. (૧) લગ્નનના વરઘોડા,સિનેમાહોલમાં, ટાઉનહોલમાં, સ્મશાનયાત્રામાં,એસ.ટી.બસમાં, રેલ્વેમાં મુસાફરી માટે કે મંદિર, મસ્જીદ કે દેવળમાં પ્રાર્થના માટેના શુધ્ધ આશયથી જતી વ્યક્તિઓને લાગુ પડશે નહી. (૨) સક્ષમ અધિકારીશ્રીએ આપેલ સભા/સરઘસની પરવાનગીથી યોજાતા સભા કે સરઘસમાં જતી,ભાગ લેતી વ્યક્તિઓને લાગુ પડશે નહી. આ હુકમ આગામી તા.૧૪/૦૫/૨૦૨૪ના કલાક ૨૪.૦૦ સુધી તાપી જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!