લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ની તારીખો જાહેર થયાથી તેમજ આચાર સંહિતાના અસરકારક અમલીકરણ માટે તા.૧૬ માર્ચ, ૨૦૨૪થી જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ તથા ફલાઈંગ સ્ક્વોડ ટીમ (FST) કાર્યરત કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન અંગેની ફરિયાદ કંટ્રોલરૂમ ખાતે, c-Vigil એપ્લીકેશન મારફત, NGSP પોર્ટલ પર કે અન્ય માધ્યમથી અત્રેને મળેલ નથી. જ્યારે આજ દિન સુધીમાં ૧૧૭૮-ભીંતચિત્રો/લખાણો, ૭૧૪-પોસ્ટર્સ, ૪૭૧-બેનર્સ તથા આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતી ૭૫૯-અન્ય સામગ્રી હટાવાઈ છે.
