Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી માર્ગે વાહનોમાં ઢોર લઈ જતાં ચારને ઝડપી પાડી રૂપિયા 28.76 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં કિકાકૂઈ અને ઉચ્છલ તાલુકાનાં કટાસવાણ બેડકીનાકા ચેક પોસ્ટ પરથી ત્રણ વાહનોમાંથી ગેરકાયદેસર રીતે ઢોર લઈ જતાં ચાર જણા ઝડપાયા હતા અને બે’ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા, જયારે કુલ 28 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢનાં કિકાકૂઈ ગામમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નંબર-53 ઉપર આવેલ તુલશી હોટલ પાસેનાં રોડ પરથી એક કન્ટેનર નંબર GJ/01/KT/5597 જેમાં 16 ભેંસોને હલનચલન માટે મોકળાશ નહિ રાખી તેમજ ટૂંકા દોરડા વડે ઢાંસી ઢાંસીને ક્રુરતા પૂર્વક બાંધી અને ઘાસ-ચારાની કે પાણીની વ્યવસ્થા પણ ના હતી અને તળીએ માટી નહિ રાખી પશુઓને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વહન કરી લઈ જતાં કન્ટેનર ચાલક લીયાકતમીયા મેહમુદમીયા મલેક (રહે.મિલ્લત નગર, સામરખા ગામ, તા.જિ.આનંદ)ને ઝડપી પાડ્યો હતો.

જયારે આ ગુનામાં સામેલ ભેંસો ભરી આપનાર અકબર ફિદાહુશેનભાઈ સોલંકી (રહે.ખાસદારફળી, મેમણવાસ, પાલનપુર, જિ.બનાસકાંઠા) અને ભેંસો ભરેલ કન્ટેનરને સોનગઢ બોર્ડર પાસ કરાવી પાઈલોટીંગ કરનાર સુનીલ ગામીત (રહે.ચચરબુંદા ગામ, ઉચ્છલ)નાઓને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આમ, પોલીસે કન્ટેન્ટ જેની કિંમત રૂપિયા 7 લાખ અને 16 નંગ ભેંસો જેની કિંમત રૂપિયા 2,40,000/- મળી કુલ રૂપિયા 9,40,000/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

જયારે બીજા બનાવમાં ઉચ્છલ તાલુકાનાં કટાસવાણ નેશનલ હાઈવે નંબર-53 પર આવેલ બેડકીનાકા ચેક પોસ્ટ પરથી ટ્રક નંબર GJ/17/XX/1487 અને બીજી ટ્રક નંબર GJ/38/T/7047માં 31 નંગ ભેંસો અને પાડા ખીંચોખીંચ અને ટૂંકી દોરી વડે બાંધી તેમજ ઘાસ-ચારો કે પાણીની સગવડ વિના લઈ જતાં અને કોઈ પ્રાથમિક સારવારનાં મેડીકલ સાધનો તેમજ સમક્ષ અધિકારીનાં પ્રમાણપત્ર કે વેટેનરી ઓફીસના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી લઈ જતાં બંને ટ્રકનાં ચાલક જેમાં પહેલા ચાલકનું નામ, અફઝલ અકબર તોપીવાલા (રહે.વેલણ ગામ, તત્તુ કોલોની, અમન પાર્ક, તા.કરજણ, જિ.વડોદરા) અને બીજા ચાલકનું નામ, ઈમ્તિયાજ હુસેન બેલિમ (રહે.લીમડીચોક બમ્બાખાના રોડ ભરૂચ રોડ, ભરૂચ) તેમજ એક ક્લીનર અનીશ ઇલાયઝભાઈ પટેલ (રહે.સાંપા ગામ, નવી નગરી, તા.કરજણ, જિ.વડોદરા)નાઓને ઝડપી પાડી ઝડપી પાડ્યા હતા.

આમ, પોલીસે 31 ભેંસ અને પાડા જેની કિંમત રૂપિયા 9,30,000/-, બે ટ્રક જેની કિંમત રૂપિયા 10 લાખ અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 19,36,000/-નો મુદ્દામાલ કર્યો હતો. બનાવ અંગે ઝડપાયેલ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બે’ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!