IT સેવાઓ અને કન્સલ્ટેશન કંપની ટેક મહિન્દ્રાએ મર્જરને લઈને મોટી જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે તે તેની પેટાકંપની બોર્ન ગ્રુપને તેની પેરેન્ટ કંપની ટેક મહિન્દ્રા (અમેરિકા) ઇન્ક સાથે મર્જ કરશે. સંબંધિત કંપનીઓએ શુક્રવારે 22 માર્ચ 2024ના રોજ કોન્સોલિડેશનને મંજૂરી આપી દીધી છે. કંપનીના આ પગલાનો હેતુ વ્યવસાયિક કામગીરીને સુવ્યવસ્થિત કરવાનો, ઓપરેશન ખર્ચને ઑપ્ટિમાઇઝ કરવાનો અને અનુપાલન જોખમોને ઘટાડવાનો છે. સ્ટોક એક્સચેન્જના ફાઇલિંગ અનુસાર, મર્જરની આયોજિત તારીખ 1 એપ્રિલ, 2024 છે અને મર્જરને હજુ નિયમનકારી મંજૂરી મળવાની બાકી છે. શુક્રવારે ટેક મહિન્દ્રાનો શેર 1.54 ટકાના ઘટાડા સાથે રૂ. 1263 પર બંધ થયો હતો. IT કંપનીના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 1,416 અને નીચી સપાટી 982.95 છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 1,23,555.27 કરોડ છે. સ્ટોક એક સપ્તાહમાં 1.30 ટકા, 2 સપ્તાહમાં 1.84 ટકા અને 1 મહિનામાં 4.68 ટકા ઘટ્યો છે. 6 મહિનામાં સ્ટોક 3 ટકાથી વધુ ઘટ્યો છે. જોકે, એક વર્ષમાં તેમાં 15 ટકાનો વધારો થયો છે.
પેટાકંપની શું કરે છે જે વિષે જણાવીએ તો, ફાઇલિંગ અનુસાર, બોર્ન બ્રાન્ડ્સ, વ્યૂહરચના વિઝ્યુઅલ ડિઝાઇન, બ્રાન્ડ ઓળખ સંશોધન પ્રદાન કરવામાં નિષ્ણાત છે. ટેક મહિન્દ્રા (યુએસ) યુએસમાં ડિજિટલ ઉત્પાદનો, મોબાઇલ એપ્લિકેશન્સ અને ભૌતિક ઉત્પાદનો માટે કમ્પ્યુટર કન્સલ્ટિંગ, પ્રોગ્રામિંગ સપોર્ટ સેવાઓ અને આઇટી મેનેજમેન્ટ અને કન્સલ્ટિંગ સેવાઓ પ્રદાન કરે છે. ટેક મહિન્દ્રાએ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “મર્જરની યોજના હેઠળ કોઈ રોકડ અથવા નવા શેર જારી કરવામાં આવશે નહીં. એકવાર મર્જર અસરકારક બનશે ત્યારે બોર્નમાં TMAનું રોકાણ રદ કરવામાં આવશે, કંપનીએ જણાવ્યું હતું. કંપનીના શેરહોલ્ડિંગ પેટર્નમાં કોઈ ફેરફાર થશે નહીં. ફાઇલિંગ મુજબ, 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે બોર્ન અને TMAનું ટર્નઓવર $ 55.08 મિલિયન અને $ 1,201.37 મિલિયન છે.
