Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

શ્રદ્ધા કપૂર રાહુલ મોદીને કરી રહી છે ડેટ?.. શ્રદ્ધા કપૂર તેના અંગત જીવનને લઈને ચર્ચામાં..

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આ દિવસોમાં શ્રદ્ધા કપૂર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધા રાહુલ મોદીને ડેટ કરી રહી છે. આ વાતો ત્યારે શરૂ થઈ જ્યારે અનંત અંબાણી અને રાહુલ મોદીના પ્રી-વેડિંગ દરમિયાન શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. ત્યારથી તેમના ડેટિંગના સમાચારોએ જોર પકડ્યું છે. આ પછી શ્રદ્ધા કપૂરે તેના ગળામાં R અક્ષરનું લોકેટ પહેર્યુ છે જે બાદ હવે તેમની ડેટિંગ કન્ફર્મ થઈ રહી છે. શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી અગાઉ પણ ઘણી બધી વખત એકબીજાને સાથે જોવા મળ્યા હતા. જો કે, આ અંગે હજુ સુધી બંને તરફથી કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી.

પરંતુ હવે શ્રદ્ધા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર જે ફોટો શેર કર્યા છે તે જોઈને લાગે છે કે બંને જલ્દી જ પોતાના સંબંધો પર મહોર લગાવવા જઈ રહ્યા છે. ખરેખર, શ્રદ્ધાએ શેર કરેલા ફોટામાં તેણે જાંબલી રંગનો નાઈટ ડ્રેસ પહેર્યો છે. પરંતુ તેના ચાહકોનું ધ્યાન તેના ગળામાં લાગેલું પેન્ડન્ટ છે, જેમાં ‘R’ લખેલું છે. આ જોઈને ચાહકો કહી રહ્યા છે કે શ્રદ્ધા કપૂરના ગળામાં જે આર છે તે રાહુલ મોદી માટે છે. જો કે, શ્રદ્ધાએ કેપ્શન લખ્યું, “કંઈ નહીં, રવિવાર છે, તેથી હું કંઈ નથી કરી રહી.” હવે ચાહકોએ આ તસવીરો પર જોરદાર કમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું, “આ ‘R’ નામના લોકેટનું રહસ્ય શું છે?” બીજાએ લખ્યું, “R for Richard” જેના પર શ્રદ્ધાએ પ્રતિક્રિયા આપી અને લખ્યું, “Oh, but no” આ સાથે એક યુઝરે પૂછ્યું, “તો તમે રાહુલ મોદીના નામનું છે તે કન્ફર્મ?

રાહુલ મોદી IMDb પર લવ રંજનની પ્યાર કા પંચનામા 2, સોનુ કે ટીટુ કી સ્વીટી અને શ્રદ્ધા, રણબીર કપૂર-સ્ટારર તુ જૂઠી મેં મક્કરના લેખક છે. મુંબઈમાં જન્મેલા અને ઉછરેલા રાહુલે વ્હિસલિંગ વુડ્સ ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો છે. તેણે 2011ની ફિલ્મ પ્યાર કા પંચનામાના સેટ પર ઇન્ટર્ન કર્યું અને આકાશ વાણી જેવા અન્ય પ્રોજેક્ટ્સ પર એસોસિયેટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. તેના પિતા આમોદ બિઝનેસમેન છે. અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી ટૂંક સમયમાં તેમના સંબંધોની પુષ્ટિ કરશે. જો શ્રદ્ધાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે રણબીર કપૂર સાથે ફિલ્મ ‘તુ ઝૂથી મેં મક્કર’માં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં અમર કૌશિકની કોમેડી હોરર ફિલ્મ ‘સ્ત્રી 2’માં પંકજ ત્રિપાઠી અને રાજકુમાર રાવ સાથે જોવા મળશે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!