વિરાટ કોહલીએ વીડિયો કોલ પર બાળકો સાથે વાત કરી હતી. પંજાબ કિંગ્સને હાર આપ્યા બાદ વિરાટે મેદાન પરથી જ પોતાના બાળકો વામિકા અને અકાયને વીડિયો કોલ કર્યો હતો. પોતાના બાળકો સાથે વાત કરતા વિરાટનો જે અંદાજ જોવા મળી રહ્યો હતો. તે તેના બાળકો સાથએ વાત કરતો આ વીડિયો ખુબ જ ક્યુટ છે અને વાયરલ પણ થઈ રહ્યો છે. સૌ કોઈનું દિલ પણ જીતી લીધું છે. આ વીડિયો જોઈને લાગે છે કે, કોહલી મેદાનમાં ભલે એગ્રેસિવ હોય પરંતુ બાળકો સાથે ખુબ જ કુલ જોવા મળે છે. વિરાટ કોહલીએ પોતાના બીજા બાળક એટલે કે, પુત્ર અકાયના જન્મને અંદાજે 2 મહિનાથી ક્રિકેટથી દુર હતો. તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ આખી ટેસ્ટ સીરિઝથી પણ બહાર હતો. કોહલીએ સીધી આઈપીએલ 2024માં એન્ટ્રી કરી છે.
આઈપીએલ 2024માં વિરાટ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. એટલે કે, ઓરેન્જ કેપ તેના માથા પર છે. 25 માર્ચના રોજ પંજાબ કિંગ્સ વિરુદ્ધ મેચમાં તેમણે 49 બોલમાં 77 રનની ઈનિગ્સ રમી હતી. જેમાં 11 ચોગ્ગા અને 2 સિક્સ પણ સામેલ છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ 77 રનની ઈનિગ્સ રમી હતી. પુત્ર અકાયના જન્મ બાદ વિરાટ કોહલીના બેટમાંથી સૌથી મોટી ઈનિગ્સ આવી હતી. અને સૌથી મોટી વાત તો એ છે કે, તેની ટીમ આરસબીની આ સીઝનમાં મળેલી પહેલી જીત બની છે. આ ખુશીમાં વિરાટ કોહલીએ વીડિયો કોલ પર વાત કરી અને પોતાની ખુશી પરિવાર સાથે વ્યક્ત કરી હતી. વિરાટ કોહલીનો હાલમાં ક્યુટ વીડિયો સામે આવ્યો છે. વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ સામે 77 રનની ઈનિગ્સ રમી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંએ પંજાબ કિંગ્સને 4 વિકેટથી હાર આપી હતી. આ સાથે પોતાના હોમગ્રાઉન્ડ પર રમાયેલી આ સીઝનમાં એટલે કે, આઈપીએલ 2024માં પહેલી જીત નોંધાવી હતી. આરસીબીની આ બીજી મેચ હતી. આ પહેલા મેચમાં તેમને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હાર મળી હતી.
