વડોદરા શહેરના આજવા રોડ પર રિક્ષા બેસડવા મુદ્દે અગાઉ થયેલા ઝઘડાની અદાવતે યુવકના ઘરે આવ્યા હતા અને આજે આને પતાવી દયો તેમ કહી તેના પર ચાર યુવકોને કુહાડી તથા લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આજવા રોડ પર કમલાનગર પર આવેલા ચામુંડા નગરમાં રહેતા ભવાન વશરામ ભરવાડે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હુ રિક્ષા ચલાવીને મારા પરિવારનું ગુજરાન ચલાવુ છું. ગત તારીખ 24 માર્ચના રોજ સવારે ભોળા ભરવાડ સાથે રિક્ષામાં પેસેન્જર બેસાડવા મુદ્દે ઝઘડો થયો હતો.
તે દરમિયાન તારીખ 26 માર્ચના રોજ હુ રિક્ષા લઇને આજવા ચોકડી પાસે ઉભો હતો. તે દરમિયાન અગાઉના ઝઘડાની ભોળા ભરવાડ તેનો કાકાનો છોકરો વલુ ભરવાડ મને જોઇ જતા હુ ઘરે આવી ગયો હતો. ત્યારે બપોરના સમયે વલુ ભરવાડ, ભોળા ભરવાડ, દાના ભરવાડ, નવઘણ ભરવાડ તેના ઘરે આવ્યા હતા અને આજે આને પતાવી દયો તેમ કહી ગાળો આપવા લાગ્યા હતા. જેથી મે તેમના ગાળો બોલવાની ના પાડતા તેઓએ કુહાડીથી મારા માથાના ભાગે હુમલો કર્યો હતો. ત્યારબાદ લોખંડની પાઇપ વડે ફટકા માર્યા હતા. દરમિયાન મારા કાકી છોડાવવા માટે વચ્ચે તેના પર હુમલો કર્યો હતો. જેથી મને મારા કાકા સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
