મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં ગુજ્જરપુર ગામનાં વલકા ફળીયામાંથી વગર પાસ પરમિટે સ્ટ્રીટ લાઈટનાં અજવાળામાં ગોળ કુંડાળું વાળી ગંજીપાનાનો પૈસાવતી હારજીતનો જુગાર રમતા 12 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, નિઝર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગુજ્જરપુર ગામે વલકા ફળિયામાં આવેલ ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટનાં અજવાળામાં ગોળ કુંડાળું વાળી ગંજીપાનાનો પૈસાવતી હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસ સ્ટાફના માણસો સ્થળ ઉપર જઈ આયોજન પૂર્વક કોર્ડન કરી સ્ટ્રીટ લાઈટના અજવાળામાં ગોળ કુંડાળું કરી ગંજીપાનાનો પૈસાવતી હાર જીતનો જુગાર રમતા 12 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે સ્થળ ઉપરથી અંગ ઝડતીનાં રૂપિયા 52,130/- અને દાવના રૂપિયા 5,590/- તેમજ 7 નંગ મોબાઈલ તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા 88,220/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જુગાર રમતા રંગેહાથ ઝડપાયેલ 12 જુગારીઓ…
1.વિપુલ દિનકરભાઈ વળવી (રહે.બેજ ગામ, કુકરમુંડા),
2.કમલેશ રાયસિંગભાઈ વળવી (રહે.ફૂલવાડી ગામ, કુકરમુંડા),
3.અનીલ ચીમનભાઈ વસાવે (રહે.ગુજ્જરપુર ગામ, નિઝર),
4.સુરેશ કરણસિંગ વસાવે (રહે.પીપરીપાડા ગામ, નિઝર),
5.ચિત્રસિંગ ઉર્ફે બહેરો સરવરસિંગ વળવી (રહે.રાયગઢ ગામ, નિઝર),
6.કંથડ મગનભાઈ નાઈક (રહે.ગુજ્જરપુર ગામ, નિઝર),
7.સંજય જગનભાઈ કોંકણી (રહે.મહેદીપાડા ગામ, જિ.નંદુરબાર),
8.રાકેશ ઉત્તમભાઈ ઈન્દવે (રહે.લક્ષ્મીખેડા ગામ, નિઝર),
9.નીતેશ જગનભાઈ વસાવે (રહે.વેડાપાડા ગામ, નિઝર),
10.રોહિત ભીમસિંગભાઈ પાડવી (રહે.ગુજ્જરપુર ગામ, નિઝર),
11.ગણેશ મિલિન્દભાઈ નાઈક (રહે.ગુજ્જરપુર ગામ, નિઝર) અને
12.રામસિંગ પ્રભુભાઈ વળવી (રહે.ગુજ્જરપુર ગામ, નિઝર).
