એક્શનથી લઈને કોમેડી સુધીની તમામ પ્રકારની ફિલ્મોમાં પોતાની પ્રતિભા દેખાડનારા અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’એ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો છે. અજય અને આર માધવનની આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રિમેક છે. ફિલ્મની સફળતા બાદ કહેવામાં આવી રહ્યું છે કે આ ક્રાઈમ થ્રિલર સ્ટોરીનો પાર્ટ 2 ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરંતુ અજય દેવગનના તે ફેન્સ માટે એક સારા સમાચાર છે જેમણે આ ફિલ્મ પહેલા જોઈ નથી. ટૂંક સમયમાં જ અજયની ફિલ્મ ‘શૈતાન’ OTT પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. સૂત્રોનું માનીએ તો અજય દેવગનની ફિલ્મ ‘શૈતાન’ 3 મે, 2024ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.
આ ફિલ્મની થિયેટરમાં રિલીઝ પહેલા જ OTT પ્લેટફોર્મ Netflixએ ‘શૈતાન’ના OTT રાઇટ્સ ખરીદી લીધા હતા. જો કે જો તમારી પાસે Netflix સબસ્ક્રિપ્શન નથી, તો તમારે આ ફિલ્મ જોવા માટે વધુ રાહ જોવી પડશે. નેટફ્લિક્સ પર રિલીઝ થયાના 45 દિવસ પછી આ ફિલ્મનું ટીવી પ્રીમિયર થઈ શકે છે અને તમે આ ફિલ્મ ‘જિયો સિનેમા’ પર પણ જોઈ શકો છો. જિયો સ્ટુડિયોએ દેવગન ફિલ્મ્સ અને પનોરમા સ્ટુડિયો સાથે મળીને ‘શૈતાન’નું નિર્માણ કર્યું છે. આ જ કારણ છે કે નેટફ્લિક્સ અને ટીવી પર સ્ટ્રીમ થયાના થોડાં મહિના પછી આ ફિલ્મ Jio એપ પર ફ્રીમાં જોવા માટે ઉપલબ્ધ થશે. પરંતુ જે લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેઓએ ‘શૈતાન’ જોવા માટે 3 મેના રોજ નેટફ્લિક્સ તરફ વળવું પડશે. જોકે Netflix દ્વારા હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મ વિશે વાત કરીએ તો ‘શૈતાન’ની સ્ટોરી કબીર (અજય દેવગન), વનરાજ (આર માધવન), જાહ્નવી (જાનકી બોડીવાલા) અને જ્યોતિ (જ્યોતિકા)ની આસપાસ ફરે છે.
