કલોલના કલ્યાણપુરામાં રહેતા કમલકુમાર રાકેશકુમાર પટેલ કલ્યાણપુરામાં આવેલ ખોડીયાર ચોક પાસે બેઠા હતા ત્યારે ત્યાં આવી ચડેલા જગદીશભાઈ પટેલએ કમલના કાકાના દીકરા ઓમ પટેલ સાથે માથાકૂટ કરી હતી અને કહેલ કે તું પરમ દિવસે કેમ બાઈક સ્પીડમાં ચલાવતો હતો અને આજે પણ તું બાઈક સ્પીડમાં ચલાવીને નીકળ્યો છે તેમ કહી ગાળો બોલતા હતા.
જેથી કમલે ગાળો બોલવાની ના પાડી હતી ત્યારે ઉશ્કેરાઈ ગયેલા જગદીશ પટેલે પોતાની પાસે રહેલ છરી વડે કમલ ઉપર હુમલો કરીને તેને છરી વડે બીજાઓ પહોંચાડી હતી. 
સામે પક્ષે જગદીશભાઈ પ્રહલાદભાઈ પટેલ દ્વારા પોલીસ મથકમાં દિનેશ ગોવિંદભાઈ પટેલ અને કમલ રાકેશભાઈ પટેલ તથા ઓમ દિનેશભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી તે ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ સિગરેટ પીવા માટે ખોડીયાર ચોકમાં આવ્યા હતા ત્યારે દિનેશ પટેલ હાથમાં લાકડાનો ધોકો લઈને આવી ચડયો હતો અને કહેલ કે તું મારા છોકરાને બાઈક ચલાવવા બાબતે કેમ બોલે છે તેમ કહીને જગદીશભાઈ ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો અને દિનેશભાઈ નું ઉપરાણું લઈને કમલ પટેલ હાથમાં લોખંડની કોચ લઈને આવી ચડયો હતો અને તેણે પર જગદીશભાઈ ઉપર હુમલો કર્યો હતો અને ઓમ પટેલે લાકડીના ધોકા વડે માર માર્યો હતો જેથી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા બનાવ અંગે પોલીસે જગદીશ પટેલની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી હતી.




