ભાવનગર જિલ્લામાં બુધવારે સુભાષનગર વિસ્તારમાં પોલીસ પુત્રની સરાજાહેર હત્યાની શાહી સુકાોઈ નથી ત્યાં ગત મોડીરાત્રે સિહોરના કનિવાવ નજીક નજીવી તકરારમાં શ્રમિકે દંપતિની ક્રૂર હત્યા નિપજાવતાં ચકચાર મચી છે. જોકે પોલીસે ગણતરીના સમયમાં જ બેવડી હત્યાના આરોપીને ઝડપી પાડયો હતો.
મળતી માહિતી મુજબ, ત્રણેક માસ પૂર્વે નવસારીના વતની રામુભાઈ નટુભાઈ હળપતિ અને તેના પત્ની લક્ષ્મીબેન નેસડા ગામથી કનિવાવ ગામ નજીક આવેલી વિજયભાઈ ખમળની વાડીમાં મજૂરી કામ અર્થે આવ્યા હતા. અહીં વાડીમાં શ્રમિકોને રહેવા માટે બનાવાયેલ આઠ પૈકી સાત નંબરની ઓરડીમાં દંપતિ રહેતું હતું. 
જેથી અમિતે ઉશ્કેરાઇ બાજુમાં પડેલી કુહાડી વડે રામુભાઈના ગળાના ભાગે એક ઘા મારતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જયારે ઘટનાને નજરે નિહાળનાર મૃતક રામુભાઈના પત્ની લક્ષ્મીબેન વચ્ચે પડતા અમિતે તેમના ગળા પર પણ કુહાડીના ઘા મારી દેતા મારી દેતા દંપતિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ તરફ વાડીમાં બેવડી હત્યાના લઈ સ્થાનિકો શ્રમિકોમાં ભારે ગભરાટ ફલાયો હતો. બનાવની જાણ થતાં જ ભાવનગર જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બેવડી હત્યાના આરોપી અમિત નાયકા (રહે.નવસારી)ને ઝડપી પાડયો હતો. બનાવને લઈ સિહોર પોલીસે વહેલી સવારે વાડી માલિક વિજયભાઈની ફરિયાદના આધારે બેવડી હત્યાના આરોપી વિરૂદ્ધ હત્યા સહિતની કલમ અન્વયે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.




