Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ખેડા જિલ્લાની એક પ્રાથમિક શાળાનાં શિક્ષકે શાળામાં ભણતી નવ વર્ષની વિધાર્થીનીને શારિરીક અડપલા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ખેડા જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન રૂપ ઘટના સામે આવી છે. કઠલાલ પંથકના એક ગામે શિક્ષકે શાળામાં ભણતી ૯ વર્ષની દીકરી પર નજર બગાડી શારિરીક અડપલા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કઠલાલ તાલુકાના પીઠાઈ ગામનો અખ્તરઅલી મહેમુદમીયા સૈયદ (ઉ.વ.૫૦) આ તાલુકાના એક ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ ૩૧ ઓગસ્ટને શનિવારે સવારની શાળા હોવાથી આ અખ્તરઅલીએ પોતાની શાળાની રૂમમાં સાફ સફાઈ કરવાના બહાને શાળામાં ધોરણ-૪માં અભ્યાસ કરતી ૯ વર્ષની બાળાને બોલાવી હતી.

જે બાદ રૂમમાં ખુણામાં લઈ જઈ શારિરીક અડપલા અને છેડતી કરી હતી. ભોગ બનેલી બાળાએ આ બાબતે ઘરે આવી પોતાના માવતરને સમગ્ર બાબતની રડતા અવાજે જાણ કરી હતી. ત્યારબાદ માવતરે તુરંત કઠલાલ પોલીસ મથકે પહોંચી સમગ્ર બનાવ મામલે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી શારિરીક અડપલા કરનાર આરોપી શિક્ષક અખ્તરઅલી સૈયદને ઉઠાવી લાવી પૂછપરછ હાથ ધરી. આ બાબતે ડીવાયએસપીએ જણાવ્યું છે કે, છેડતી, શારિરીક અડપલાની ફરિયાદ નાંધાઈ છે. હાલ પોલીસની તપાસ ચાલુ છે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શિક્ષકને તુરંત નોકરીમાંથી બરતરફ કરવા વાલીઓ માંગણી કરી રહ્યા છે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!