તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

તાપી : નજીવી બાબતે મારામારી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનગઢ જે.કે. પેપર ગેટની સામે સુરત ધુલિયા હાઈવે રોડના બ્રીજ નીચે બાઈકનું સાઈલેન્સર અડી જવા જેવી નજીવી બાબતે બાઈક ચાલકને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઈસમો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢનાં હાથી ફળિયામાં રહેતા રામકુમાર ચંદુભાઈ સાહાની નાંઓ તારીખ 29/04/2025 નાંરોજ પોતાની નંબર GJ/26/B/9679ને લઈ પેટ્રોલ પુરાવા જતા હતા.

તે સમયે સોનગઢ જે.કે. પેપર ગેટની સામે સુરત ધુલિયા હાઈવે રોડના બ્રીજ નીચે ફરહાનની બાઈકને ઓવર ટેક કરવા જતા રામકુમારની બાઈકનું સાઈલેન્સર અડી ગયું હતું. જેથી રામકુમારને ઉભો રખાવી મોઢાના ભાગે તેમજ પેટના ભાગે ઢીક્કમુક્કીનો માર મારી ગાળો આપી હતી તેમજ તેની સાથેના ઈસમ તોસીફ તેમજ અન્ય બે ઈસમોને બોલાવી તેઓએ પણ રામકુમારને મા૨મારી નાલાયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રામકુમાર ચંદુભાઈ સાહાનીએ તારીખ 30/04/2025 નાંરોજ મારમારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર સામે સોનગઢ પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો હતો.