વલસાડની ધી વલસાડ મહિલા નાગરિક સહકારી બેંકના તત્કાલીન જનરલ મેનેજરે બોર્ડ ઓફ ડિરેકટર્સને અંધારામાં રાખીને વાપીના એક ઉદ્યોગપતિ સાથે મળી ૪.૮૦ કરોડની છેતરપિંડી કરી હતી. આ ગુન્હામાં વલસાડ સીટી પોલીસે આખરે બેંકના જનરલ મેનેજર, વાપીના ઉદ્યોગપતિ સહિત કુલ ૧૧ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જે પૈકીના એક આરોપી બાબુ જયેશસિંગ ઠાકુરએ જામીન મુક્ત થવા અત્રેની ડીસ્ટ્રીકટ અને શેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી રજુ કરી હતી. જે બાબતે હાથ ધરાયેલી સુનાવણીમા સરકાર પક્ષે ડી.જી.પી અનિલભાઈ ત્રિપાઠીએ દલીલો કરી હતી. જે દલીલોને ગ્રાહ્ય રાખી, કોર્ટના જિજ વી. કે. પાઠકઅ જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો છે.




