Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાદ લગ્ન નહિ કરનાર યુવક સામે ગુનો નોંધાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારા તાલુકાનાં એક ગામે રહેતી યુવતી (ઉ.વ.૨૮)ને ખુશાલપુરા ગામે રહેતા અક્ષય ફતેસિંગભાઈ ગામીત સાથે પ્રેમ થતાં અક્ષયે લગ્નની લાલચ આપી હતી જેથી વર્ષ ૨૦૨૨ની તારીખ ૫ મે’નાં રોજ અક્ષય યુવતીને પોતાના ઘરે લઇ ગયો હતો અને સમય આવ્યે સારું મુહૂર્ત જોઈ લગ્ન કરવાના કોલ આપ્યા હતા. બે વર્ષ યુવતીને સાથે રાખી અવર-નવર શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ તારીખ ૨૭ ઓગસ્ટનાં રોજ અક્ષય ગામીત લગ્ન કરવાની વાતથી ફરી ગયો હતો અને યુવતીને તેના ઘરે મુકી આવ્યો હતો. જોકે યુવતીના પરિવારે વારંવાર વાત કરી સમાધાનના પ્રયત્નો કર્યા હતા. તેમછતાં અક્ષય ગામીત યુવતીને સ્વીકારવા તૈયાર ન થતા ગુરૂવારે સામે યુવતીએ તેના માતા-પિતા સાથે આવી વ્યારા પોલીસ મથકે અક્ષય ગામીત વિરૂધ્ધ બળાત્કારનાં ગુનાની ફરિયાદ આપી હતી. જોકે આરોપી અક્ષય ગામીત મોબાઇલ બંધ કરી ઘરેથી ફરાર થયો હોવાનું જાણવા મળ્યું હતું.