Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : મુસ્લિમ ધર્મની લાગણી દુબાય તેવી પોસ્ટ મુકનાર સામે ગુનો નોંધાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનગઢ નગરમાં રહેતા આયુષ અનિલભાઈ વાલેચાએ ગુરૂવારે સાંજે તેના મોબાઈલમાં સોશિયલ મીડિયાના ઇસ્ટાગ્રામ પ્લેટફોર્મ પર મુસ્લિમ સમાજના અલ્લાહ વિષે અંગ્રેજીમાં એક પોસ્ટ અપલોડ કરી હતી. પોસ્ટ જોઈ ધાર્મિક લાગણી દુભાતી હોવાનું વાલોડના શખ્સને ધ્યાને આવતા તેણે સોનગઢ અલીફ નગર ખાતે રહેતા મિત્ર ક્યુમભાઈ સબ્બીરભાઈ મલેકને જાણ કરી હતી. જેથી નારી તેમણે પોસ્ટ જોતા ધાર્મિક લાગણી દુભાઈ તેમજ બંને કોમ વચ્ચે વૈમનસ્ય પેદા થાય તેવું કૃત્ય હોવાથી સોનગઢ પોલીસ મથકે આયુષ વાલેચા સામે ફરિયાદ આપી હતી. પોલીસે પણ ગણેશ ઉત્સવ અને ઈદ-એ-મિલાદ તહેવારની ગંભીરતાને લઇ આયુષ વાલેચા સામે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું અને સંવાદિતા જાળવવા માટે પ્રતિકૂળ કૃત્યો કરવાનો ગુનો નોંધી પી.એસ.આઈ., કે.આર.પટેલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.