અમરેલી જિલ્લાના મોટા લીલીયા ગામે શ્વાને ભયનો માહોલ ઊભો કર્યો છે. એક બાળક સહિત 6 લોકોઓને બચકાં ભરી લેતા ઈજાગ્રસ્તો લીલીયા સિવિલમાં સારવાર અને રસી લેવા માટે મજબૂર બન્યા છે. 
જયારે વધુમાં મોટાલીલીયાના મફત પ્લોટ અને સાંઇનાથ પ્લોટ વિસ્તારમાં રખડતાં શ્વાન હાલ આતંક મચાવી રહ્યા છે. જેમાં 6 લોકો ઉપરાંત 2 વાછરડી, 5 ગાયો, 1 પાડી સહિત 8 પશુઓને પણ શ્વાન કરડી ગયું છે.(file photo)




