Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દક્ષિણ ફિલિપાઇન્સના બોંગાઓ સ્થિત એક નાના ટાપુ પર ભીષણ આગ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દક્ષિણ ફિલિપાઇન્સના બોંગાઓ સ્થિત એક નાના ટાપુ પર મંગળવારે રાત્રે લાગેલી ભીષણ આગે આખી વસ્તીને તબાહ કરી દીધી છે. આગની જ્વાળાઓએ અંદાજે 1000 ઘરોને પોતાની ઝપેટમાં લઈ લીધા અને 5000 લોકોને બેઘર કરી દીધા. આ આગ એટલી ભયાનક હતી કે લગભગ ચાર કલાક સુધી સતત સળગતી રહી અને તેજ પવનોએ તેને વધુ ભયાવહ બનાવી દીધી. મળતી માહિતી મુજબ, આગ ‘બારાંગાય લામિયન’ નામના વિસ્તારમાં શરુ થઈ હતી. આ વિસ્તાર એક નાના ટાપુ પર વસેલો છે. જ્યાં ઘરો પાણીની ઉપર લાકડાના થાંભલાઓ પર બનેલા હોય છે.

મોટાભાગના ઘરો લાકડું, વાંસ અને નારિયેળના પાંદડા જેવી હળવી સામગ્રીથી બનેલા હતા. ઘરો એકબીજાની અત્યંત નજીક હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી. આ ભયાનક આગમાં 1000થી વધારે ઘર બળીને ખાખ થયા હતા. આ ઉપરાંત આગને કારણે આખી વસ્તી લગભગ ખાલી થઈ ગઈ છે. અસરગ્રસ્ત લોકો અત્યારે ખુલ્લા આકાશ નીચે અથવા કામચલાઉ આશ્રયસ્થાનોમાં રહેવા મજબૂર છે.

અસરગ્રસ્તોનો પ્રાથમિક આંકડો જ 5 હજાર કરતાં વધારે લોકોનો છે. જયારે આ પ્રકારના ટાપુઓ પર વસેલી વસ્તીઓ મોટાભાગે ગરીબ સમુદાયોની હોય છે. ઘરો પાણી પર થાંભલાઓ પર હોવાને કારણે ફાયર બ્રિગેડની ગાડીઓ સરળતાથી પહોંચી શકતી નથી. જ્વલનશીલ સામગ્રી અને ગીચતાને કારણે આગને મોકળું મેદાન મળે અને ફાયરવિભાગ અંદર સુધી જઇ શકતો નથી. તેજ પવનોએ આગને ફેલાવામાં મદદરૂપ સાબિત થયા હતા. વધુમાં આ સમાચાર મળ્યા ત્યાં સુધી અધિકારીઓને આગ લાગવાના ચોક્કસ કારણ મળ્યું નાં હતું જેથી હાલ તપાસ ચાલી રહી હતી. સ્થાનિક સરકાર અને રાહત એજન્સીઓ અત્યારે અસરગ્રસ્ત પરિવારોને ખોરાક, પાણી, કપડાં અને કામચલાઉ રહેઠાણ પૂરી પાડી રહી છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!