Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ડાંગ જિલ્લામાં યોજાનારા ‘સેવા સેતુ’ સહિત ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘ગરીબ કલ્યાણ મેળા’ના કાર્યક્રમો સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ તા.૧૭મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા ‘સેવા સેતુ’ કાર્યક્રમ સહિત ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ સંદર્ભે, જિલ્લા અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન આપતા, ડાંગ કલેક્ટર મહેશ પટેલે, ખુબ જ અગત્યના એવા પ્રજા કલ્યાણના આ કાર્યક્રમને વધુ અસરકારક અને લોકભોગ્ય બનાવવાની સૂચના આપી હતી. વ્યાપક જન ભાગીદારી સાથે શરૂ થઈ રહેલા આ કાર્યક્રમોમા નાગરીકોની ભાગીદારી વધારવા માટેની અપીલ કરતા કલેક્ટરશ્રીએ, ખુબ જ સંવેદનશીલતા સાથે આ બાબતોને ગંભીરતા થી લઈ, કાર્યક્રમને સફળ બનાવવાની અપિલ કરી હતી.

‘સેવા સેતુ’ અને ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ ઉપરાંત આગામી સમયમા યોજાનાર ‘ગરીબ કલ્યાણ મેળા’ સંદર્ભે પણ કલેક્ટરશ્રીએ, સંબંધિત વિભગોને ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ. ડાંગ જિલ્લાના મુખ્ય વહિવટી મથક આહવા ખાતે આવેલા જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમા, નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી  પણ, સંબંધિત વિગતોના અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. કલેકટરશ્રી જિલ્લાના આ અગત્યના કાર્યક્રમો તથા ડિઝાસ્ટરને લગતી કામગીરીની આવશ્યકતા જોઈ, જરૂર પડ્યે જાહેર રજાઓ દરમિયાન પણ કચેરી ખુલ્લી રાખી કામગીરી પૂર્ણ કરવાની તાકીદ કરવા સાથે, જિલ્લા અધિકારીઓને પૂર્વ મંજૂરી વિના કાર્ય મથક નહિ છોડવાની સૂચના આપી હતી.