ગાંધીનગર નજીક ઉવારસદ ટીપી ૯ વિસ્તારમાં આવેલા ગોડાઉનનું તાળું તોડીને ત્રણ લાખ રૂપિયાની કિંમતના ૬૦૦ નંગ લોખંડના ફરમાની ચોરી થવા પામી હતી. બનાવ અંગે અડાલજ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 
જેમાં સેન્ટીંગના ફરમા સહિતની ચીજ વસ્તુઓ રાખવામાં આવે છે ત્યારે ગત શુક્રવારના સાંજના સમયે તેઓ સાઈટ ઉપર હાજર હતા. તે વખતે તેમના સુપરવાઈઝર પ્રભુભાઈ બરંડાએ ફોન કરીને જાણ કરી હતી કે, ગોડાઉનનું લોખંડનું તાળું તૂટેલું છે અને તેમાંથી ફરમાની ચોરી થઈ છે. જેના પગલે તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ગણતરી કરતા ત્રણ લાખ રૂપિયાની કિંમતના ૬૦૦ નંગ ફરમા ચોરાયા હતા. એટલું જ નહીં અહીંથી પાણીની મોટર અને ૧૦ હજારનું વાઈબ્રેટર પણ ચોરાયું હતું. જેથી આ સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ૩.૧૩ લાખની ચોરીની ફરિયાદ આપતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.



