Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગેરેજ બહાર પાર્ક કરેલું મોટરસાયકલ ચોરાયું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગર શહેરના સેક્ટર-21 વિસ્તારમાં આવેલ સરકારી પેટ્રોલ પંપ સામેના પાર્કિંગમાંથી એક મોટરસાયકલની ચોરી થયાની ઘટના સામે આવી છે. આ અંગે ગાંધીનગર સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા વિધીત નિલેશભાઈ પ્રજાપતિએ પોતાનું હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ-01-VA-3522 રિપેરીંગ માટે સેક્ટર-21માં આવેલ એક ગેરેજમાં મૂક્યું હતું. ગત 16 માર્ચના રોજ કોઈ અજાણ્યો શખ્સ આ બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.ફરિયાદીએ શરૂઆતમાં મિત્ર વર્તુળ અને આસપાસ તપાસ કરી હતી, પરંતુ બાઇક ન મળતા આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસેમો ટરસાયકલની ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!