Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ચાર વર્ષની બાળકી સાથે શારીરિક શોષણ કરનાર રીક્ષા ચાલકની ધરપકડ કરાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત શહેરમાં રીક્ષા ચાલકે ચાર વર્ષની બાળકીના હોથ ચાવીને તેની વિકૃતિ સંતોષતા પોલીસ પણ ચોંકી ગઇ છે. ચાલીસ જેટલા નાના ભૂલકાઓને તેમના મા બાપો આ હવસખોરના ભરોસે શાળાએ મોકલતા હતા. ખટોદરા વિસ્તારમાં રહેતા બાળકીને સ્કુલે લેવા મૂકવા જતા રિક્ષા ચાલકે જ દોઢ મહિનાથી તેનું શારીરિક શોષણ કરતો હતો. ગતરોજ સ્કુલેથી નીકળી ઘરે લઈ જવાના બદલે તેને ઝાડી ઝાંખરામાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. સમગ્ર હકીકત બાળકી માતા પિતાને જણાવતા તે ચોંકી ઉઠ્યા હતા. બાળકીના પિતાએ સ્કુલ રિક્ષા ચાલક વિરુદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ખટોદરા પોલીસે રિક્ષા ચાલક ગુનો નોંધી ધરપકડ કરી લીધી હતી.

બળાત્કારી મુતલીબ નામનો ઇસમને એક બાળકી અને બે બાળકો છે. પોલીસે આ હવસખોરની કરતૂતથી ચોંકી ગઇ હતી. દરમિયાન આ હવસખોર મુતલીબના ભરોસે ચાલીસ જેટલા નાના ભૂલકાઓ રિકસામાં અપડાઉન કરતા હતા. તેમાં દસ કરતા વધારે બાળકીઓ હોવાની વિગત જાણવા મળી છે. ખટોદરા પોલીસ પાસે મળતી માહિતી પ્રમાણે,  ખટોદરા વિસ્તારમાં બાળકીના પિતાએ બાળકીને સ્કૂલમાં લઈ જતો રિક્ષા ચાલાક મુત્તલીબ શેખ (રહે.આઝાદ નગર,ભટાર) વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. માતા પિતા જે રિક્ષા ચાલક પર ભરોષો મૂકી બાળકીને સ્કૂલે લેવા મૂકવા જવાની જવાબદારી સોંપી તેણે જ બાળકીને હવસનો શિકાર બનાવી.

બાળકી રડતા રડતા માતા પિતાને કહ્યું કે રિક્ષા વાળા કાકા છેલ્લા એક મહિનાથી તેના શરીર પર હાથ ફેરવી શારીરિક છેડતી કરતા હતા. બાળકીએ જયારે તેના હોથમાંથી લોહી નીકળતુ હતુ ત્યારે માતાએ પૂછતા તેણે કહ્યુ કે ચાચા ગંદે હૈ મેરે સાથે ગંદા કામ કરતે હૈ મૈ રિકસામે નહી જાઉંગી કહીને વાત કરી હતી. બાળકીને નરાધમ છેલ્લા એક મહિનાથી સ્કૂલે છુટ્યા બાદ બાળકીને એકાંત જગ્યા પર લઈ જઈ શરીર પર હાથ ફેરવતો અને ગંદી હરકતો કરતો હતો. ઝાડી ઝાખરા વાળી જગ્યાએ લઈ જઈ ગંદી ગંદી હરકતો કરતો હતો. તેમાં નર્સરીમાં જતી બાળકી સાથે અન્ય બાળકીઓને રિક્ષામાં લઇ જવા માટે વીસથી અડધો કલાક આ બાળકી એકલી રિક્ષા ચાલક મુતલીબ શેખ સાથે રહેતી હતી. તેથી મુતલીબ શેખે તે સમયમાં આ બાળકી સાથે કુચેષ્ટા કરી હતી. જો કોઈ ને આ વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

બાળકી સમગ્ર હકીકત પેહલા માતા ને કરી અને બાદમાં પિતાને સમગ્ર જાણ કરી હતી. પિતા ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચાલકની ધરપકડ કરી હતી. જયારે આ ચાલક આધેડ વયનો છે અને તે પણ એક બાળકી તથા બે બાળક છે. આમ 3 બાળકના પિતાએ આ હરકત કરતા પોલીસ પણ ચોંકી ગઇ હતી પત્નીને પણ પોલીસે પોલીસ મથકે બોલાવીને તેના પતિની કરતૂત વિશે જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પી.આઇ. રબારીએ જણાવ્યુંકે આ હવસખોર રીક્ષા ચાલક સાથે સંખ્યાબંધ બાળકો અપડાઉન કરતા છે. તેમાં તમામ બાળકો ખૂબ ઓછી ઉમંરના છે તેથી અન્ય બાળકો સાથે કાળી કરતૂત મુતલીબે કરી હોવાની આશંકા છે. પોલીસે મુતલીબની રિકસામાં આવન જાવન કરતા તમામ બાળકોના વાલીઓને બોલાવીને મુતલીબે કાઇ કાળી કરતૂતતો નથી કરીને તેની પૂછપરછ શરૂ કરી હતી.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!