સુરત જિલ્લાનાં ઝંખવાવ પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબીશનનાં ગુન્હામાં છેલ્લા 6 માસથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને સોનગઢ ખાતેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો તારીખ 21/05/2025 નાંરોજ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા માટે પેટ્રોલીંગમા હતા.





