તાપી જિલ્લાનાં વાલોડ તથા સોનગઢ પોલીસ સ્ટેશનમાં ધાડનાં ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને બાજીપુરા ગામની સુમુલ બ્રીજ પાસેથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. 
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાલોડ તાલુકાનાં બાજીપુરા ગામે સુમુલ બ્રીજ પાસેથી વાલોડ પોલીસ સ્ટેશન અને સોનગઢ પોલીસ સ્ટેશનમાં ધાડના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી દિલીપ ગુણવંતભાઇ વસાવા (ઉ.વ.૨૧., રહે.ગામ ભમાડીયા સામર ફળિયું, તા.વાલીયા,જિ.ભરૂચ)ને ઝડપી પાડ્યો હતો તેમજ આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.




