Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Police Fir : ઇકો ગાડીની ટક્કરે આવતા મહિલાનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ખેડા જિલ્લાનાં નડિયાદ તાલુકાના અરેરા-અંધેજ રોડ ઉપરથી પસાર થતી મહિલાને ઇકો ગાડીએ ટક્કર મારી હતી. જેથી ગંભીર ઈજા થતાં મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે દેવકી વણસોલ નજીક મોટરસાયકલ પાછળ ઇકો ગાડી અથડાતા મહિલાને ઈજા થઈ હતી. બનાવ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, નડિયાદ તાલુકાના અરેરા ગામના ઇન્દિરાનગરીમાં મહેશભાઈ બુધાભાઈ ડાભી પરિવાર સાથે રહે છે. જોકે તેમની પત્ની લલીતાબેન અંધેજ રોડ ઉપરથી જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પુરઝડપે આવેલ ઇકો ગાડીના ચાલકે ટક્કર મારતા લલીતાબેનને માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થઈ હતી, જેથી તેમને ૧૦૮ મારફતે સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે લલીતાબેન ડાભી (ઉ.વ.૩૫)ને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મહેશભાઈ બુધાભાઈ ડાભીની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ઇકોગાડીના ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!