Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Accident : ડિવાઇડર સાથે બાઈક અથડાતા એક યુવકનું મોત, એક સારવાર હેઠળ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

નડિયાદનાં મહુધાના વડા તળાવના વળાંક ઉપર રાત્રે મોટરસાયકલ ડિવાઇડર સાથે અથડાતા બાઈક ચાલક સહિત બે યુવકોને ગંભીર ઈજા થઈ હતી. જે પૈકી એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવક સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે. મળતી માહિતી મુજબ, મહુધા તાલુકાના નાની ખડોલમાં રહેતા મોઈન યાસીનભાઈ મલેક અને નઇમ સિરાજભાઈ મલેક સાંજે રોજો ઇફતાર કર્યા બાદ મહુધા ચા પીવા જઇ રહ્યાં હતા. આ દરમિયાન વડા તળાવના વળાંક પાસે મોટરસાયકલ ડિવાઇડર સાથે અથડાઈ હતી.

જેથી બંને યુવકોને રોડ પર પટકાતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતાં આજુબાજુના લોકોએ દોડી આવી બંને ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં લઇ જઈ સારવાર કરાવી હતી. બાદમાં આ બંને યુવકની હાલત ગંભીર હોવાથી બંનેને વધુ સારવાર માટે આણંદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં નઇમ મલેક (ઉ.વ.૧૮)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. નઇમ મલેકના બાર દિવસ પહેલા તા.૯-૨-૨૦૨૬ના રોજ કઠલાલ ખાતે લગ્ન થયા હતા. જ્યારે મોઈન (ઉં.વ.૧૭) ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળેલ છે. આ બનાવના પગલે ગામમાં માતમ છવાઈ જવા પામ્યો હતો.

error: Content is protected !!