ગાંધીનગરના કોલવડા વિસ્તારમાં રહેતા બે યુવકો ભોજન લીધા બાદ રાત્રે ચાલવા નીકળ્યા હતાં. તે દરમિયાન પૂરઝડપે મોટર સાઇકલે બન્ને પાછળથી ટક્કર મારતાં સર્જાયેલ અકસ્માતના પગલે બન્ને મિત્રો ઘાયલ થઇ ગયા હતાં. તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં એક યુવકનું મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. 
જ્યારે તેના મિત્ર આનંદ અજમલજી ઠાકોરને ઇજા પહોંચી હતી. પોલીસ દ્વારા અકસ્માન બનાવ સંબંધે આનંદ ઠાકોરની ફરિયાદ પરથી મોટર સાઇકલના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે રણજીત અને આનંદ બન્ને મિત્રો ભોજન લીધા બાદ ઇવનિંગ વોકમાં નીકળ્યા હતાં અને બાદમાં ઘરે પરત ફરી રહ્યા હતાં. આ સમયે કોલવડા, સોનીપુર રોડ પર ચાલી રહ્યા હતાં. તે દરમિયાન પાછળથી આવતા બાઇકના ચાલકે બન્ને ટક્કર મારીને ઉડાડયા હતાં. રોડ પર પટકાવાથી માથામાં લોહીજાંણ ઇજા થવાથી રણજીત બેભાન થિ ગયો હતો. સ્થળ પર એકઠા થયેલા લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં બન્ને મિત્રોને સારવાર માટે સિવિલ હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા રણજીતને નિષ્પ્રાણ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પેથાપુર પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




