દાદરા નગર હવેલીનાં તિઘરા ગામે દમણગંગા નદીમાં નાહવા ગયેલો યુવક ડૂબી ગયો હતો. તેની જાણ ફાયરબ્રિગેડને કરાતા સતત બે દિવસ શોધખોળ બાદ આખરે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. 
તેણે સ્નાન કરવું હતું, પણ ઝૂંપડીમાં પાણી નહોતું. તેથી તે તેના એક મિત્રને લઈને નજીકમાં વહેતી દમણગંગા નદીમાં નાહવા ગયો હતો. જોકે પુલના નિર્માણને ધ્યાનમાં રાખીને, નદીમાં થોડા અંતર સુધી માટી ભરીને પાઈપ નાખવામાં આવ્યા છે. તે ત્યાં બેસી ગયો અને તેના મિત્ર સાથે નદીમાં નાહવા લાગ્યો હતો. આ સમયે અચાનક તે પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો.
તેનો સાથી સુરક્ષિત હતો. પરંતુ નદીનો પ્રવાહ જોઈને, તેણે મિત્રને બચાવવાની હિંમત કરી ન હતી. જોકે તેણે એલાર્મ વગાડયો અને તેના સાથી કામદારોને સ્થળ પર બોલાવ્યા હતા. જે બાદ નદીમાં વહી ગયેલા કામદારને શોધવા ફાયરબ્રિગેડ જવાનોએ સતત મહેનત કરી હતી. આખરે બે દિવસ પછી યુવાન મજૂરનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. યુવાન બિહારનો વતની હતો. તે પરિણીત હતો અને ૩ બાળકોનો પિતા હતો. તારીખ ૧૬મી તારીખે સવારે ૭:૦૦ વાગ્યે તેની લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશનો કબજો લઈ પીએમ માટે વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી.




