સોનગઢનાં મશાનપાડા ગામનો રહેવાસી વિશાલ અરવિંદભાઈ ધોરાજીયા (ઉ.વ.૩૨, મૂળ રહે.ચલથાણ, તા. પલસાણા, જિ.સુરત)નો જે ગત તારીખ ૨૫ માર્ચ નારોજ કોઈને કહ્યા વગર વ્યારાના સયાજી સર્કલ પાસેથી ક્યાંક ચાલ્યા ગયેલ છે. 
તેમની ઊંચાઈ ૫. ૦૯ ફુટ છે, તેમજ રંગે ઘઉંવર્ણ, સફેદ કલરનું ટી-શર્ટ અને કાળા કલરની ટ્રેક પેન્ટ પહેરેલ છે તેમજ પગમાં બુટ પહેરેલ છે. જયારે ગુમ થનાર વિશાલ ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષા જાણે છે. ગુમ થયેલ વિશે કોઈને જાણ થાય તો વ્યારા પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલરૂમનો ફોન નંબર ૦૨૬૨૬૨૨૦૦૩૩ અથવા ૦૨૬૨૬૨૨૧૫૦૦ પર સંપર્ક કરવા વિનંતી છે.




